SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ન શોભતા કાિ – હીરાભાઈ મગીયા રાષ્ટ્રમાં આપણી વસ્તી એક ટકાથી પણ ઓછી હોવા છતાં, આપણો સમાજ આજે બધી જ રીતે આગળ છે. આપણું શાસન અને સંસ્કૃતિ પણ અનાદિકાળની છે, તેથી જ આજે ટકી રહી છે. તેના મૂળમાં મારી દૃષ્ટિએ સત્ય, અહિંસા, અચૌર્ય, તપ, ત્યાગ, સંયમ, અપરીગ્રહ, દાન, કરૂણા, ન્યાય, નીતિ, સદાચાર, પ્રમાણિકતા, વ્યસનમુક્તિ વિગેરે મુખ્ય છે. આ બધો ભૂતકાળનો વારસો આજદિન સુધી ટકાવી રાખવામાં આપણાં સંતસતીજીઓનો મહત્વનો ફાળો છે તેમ હું માનું છું. અનેકાન્તવાદ અને સ્યાદવાદને ન સમજવાને કારણે જ, આપણા અનેક સંપ્રદાયો થયા પછી પણ, હજી આપણો સંઘ ઠીક ઠીક એકતા અનુભવે છે. પરંતુ આજે કળીકાળમાં અગર તો પાંચમાં આરાને લીધે, આપણો સંઘ પછાત વર્ગને પણ ન શોભે, તેવી રીતે જીવવા લાગ્યો છે, ત્યારે એટલું જ કેહવાનું મન થાય છે કે ઃ : (૧)જૈન સંઘ આજે કર્મવાદના સિદ્ધાંતોને માને છે ખરો ? તેમાં શ્રદ્ધા ધરાવે છે ખરો ? (૨)લીલોતરી અને કંદમૂળ ન ખાનારો સંઘ, આજે માંસાહાર અને ઇંડા ખાવામાં પણ શરમાય છે ખરો ? (૩)પાણીને પણ ગાળ્યા સિવાય ન વાપરનારો સંઘ, આજે ગમે તેવી હોટલોમાં જઈને, અને રસ્તા ઉપરની રેકડી પાસે ઊભો રહીને, જે જાતની ખાણી-પાણી કરી રહ્યો છે. તેની લાજ શરમ કોઈને લાગે છે ખરી ? ઘર બંધ કરીને રવિવારે સાંજની રસોઈ બંધ કરીને બાળકો સાથે હોટલોમાં જઈને ખાવા-પીવાની આંધળી હરિફાઈઓ, દેખાદેખી કરતા કોઈને જૈન ધર્મ સાથે સ્નાન સૂતક હોય તેવું લાગે છે ખરું ? || ૧૬૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy