________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
આપણા રસોડા ,
-લેખિકાઃ ધનલક્ષ્મી મુલજી ગડા તે દિવસે ઠંડે કલેજે પાન ચાવતા ચક્કીવાળાને ચક્કીમાં અર્ધી ગુણી ઘઉં સાથે ધનેડાને પણ દળતો જોઈ મારા શરીરનાં રૂવાડાં ઊભા થઈ ગયા. “આટલા બધા ધનેડાવાળા ઘઉં કોનાં છે? કોઈ હોટલવાળાનાં હશે નહીં?” એમ પૂછતા જવાબ મળ્યો.“સામેનાં જૈન મંદિરનાં ફરી એક ધ્રુજારી મારા શરીરમાંથી પસાર થઈ ગઈ. મારા માન્યામાં એ વાત આવતી નહોતી. પણ એ એક સત્ય બીના હતી.
“આવા જીવડાવાળા ઘઉં તું શા માટે દળે છે? આ તો તને પાપ લાગશે.” મેં કહ્યું “બેન પાપ અને પુણ્યમાં અમે શું સમજીએ? અમારે તો કામ સાથે કામ!”ચક્કીવાળો જરા હસ્યોને બોલ્યો. એની વાત કેટલેક અંશે ખરી જ હતી.જૈન મંદિરનાં આયંબિલખાતાવાળાઓને જ્યાં જીવ-અજીવની પડી નહોતી ત્યાં આ તો એક અન્ય ધર્મી,અજ્ઞાન ચક્કીવાળો એની પાસે શું અપેક્ષા રાખી શકાય?
એમ કર, આ બધા ઘઉં તું ચક્કી બંધ કરીને બહાર કાઢ ને મને ચારણી આપ, હું તને એ બધા હમણાં જ ચાળી આપું જેથી બધા જીવડાંનીકળી જશે અને પાછળ અમારો લોટ પણ ખરાબ નહીં થાય..!” મેં એને નમ્ર સૂચન
“એવું મારાથી કેમ થાય? એ શક્ય નથી.બાકી તમે કહો છો તો, આ સાવરણીથી બધા જીવડા હમણાં જ બહાર સેરવી લઉં છું. ગરમીને લીધે આમેય જીવડા તો બધા ઘઉંમાંથી ઉપર ચઢી જ આવે છે, એટલે બધા થાળા બહાર નીકળી જ જશે.” આ કહી એણે નાની સાવરણી લઈ થાળા ઉપર ચઢેલા ને બહાર જવાની વ્યર્થ કોશિષ કરતા ધનેડાને એક ઝડકે વાળી નાખ્યા. થોડી વાર થઈ ને પાછા બીજા ધનેડા દળાતા ઘઉંમાંથી ઉપર ચઢવા લાગ્યા
|| ૧૬ IT