________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
મા : એક અનુભૂતિ, એક ચમઊંતિ
મા-બાળકનો સંબંધ આપૃથ્વી પર સૌથી સુંદર, અતિશય ઊંડો અને વારસામાં મળતા પ્રેમના બીજ જેવો છે. માતાના દૂધમાંથી વ્યક્તિને પ્રેમનો પાઠ મળે છે.
મા-બાળકના પ્રેમને તમે શબ્દોમાં ન ઉતારી શકો. સમર્થમાં સમર્થ લેખક કેવક્તા પણ મા-બાળકના પ્રેમને આબેહૂબ વર્ણવી શકતો નથી. માતાનો પ્રેમ અનિર્વચનીય છે. એને શબ્દોમાં સમાવી શકાતો નથી. હા, એને હૃદયમાં ભરી આંખમાંથી ટપકતા આંસુ દ્વારા વ્યક્ત કરી શકાય છે. સૃષ્ટિમાં તમે કયાંય પણ જાવ, માના ખોળા જેવો વિશ્રામ, માની હુંફ જેવી શાતાનેમાના હેત જેવી પ્રતીતિ કયાંય નહીં મળે. માનું પાત્ર આ સૃષ્ટિ પર સૌથી મોટો ચમત્કાર છે.
પિતાને કોઈ વાત પહોંચાડવી હોય તો મોટે ભાગે માતા દ્વારા જ પહોંચાડાતી હોય છે. માતા બાળક માટે બફરનું કામ કરે છે. પિતાનો ગુસ્સો કે રોષ પણ મા વચ્ચે ઊભી રહીને પી જાય છે. પોતાના બાળક માટે એ સદા ઢાલ બનીને જીવે છે. અને સંસારના તમામ દુઃખો પોતે જ ઝીલી લેવા તત્પર હોય છે.
સૃષ્ટિ પર જન્મતાની સાથે જ વ્યક્તિનો પહેલો સંબંધમા સાથે બંધાય છે. મા જ બાળકને પોષણ, પ્રેમ અને હૂંફ આપે છે. બાકીના બધા ગમે તેટલા નિકટ હોય, તો પણ દૂર જ રહે છે અને એટલે વ્યક્તિનોમા સાથેનો સંબંધ વધુ ઊંડો, આત્મીય અને નિખાલસ હોય છે. તમે જેને પ્રેમ કરો તેનાથી ભયભીત નથી થતા.તમે એને બધું જ કહી શકો છો.મા પર ગુસ્સો કરી શકાય.મા સાથે લડી ઝઘડી શકાય કેમકે માનું પાત્ર એટલું નિકટ છે. જેને તમે પ્રેમ કરો છો, તેના પર ગુસ્સે થવાનો હક્કપણ આપોઆપ મળી જાય છે. જોકે એ ગુસ્સામાંય મમતા, આત્મીયતા અને ઊંડો પ્રેમ હોય છે.
પશુ હોય,પક્ષી હોય કે માણસ, સૃષ્ટિ પર જેટલા પણ જીવ છે, એની
| ૧૬૪ ||