SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો બીજી અનેક કળાઓ અને વિજ્ઞાનની જેમ વસ્ત્રકળાની બાબતમાં પણ હિન્દુસ્તાન જમાનાઓ સુધી ‘ટોપ'ના સ્થાને હતું. રેશમ જેવા મુલાયમ વસ્ત્રો બનાવવાની કળામાં હિન્દુસ્તાનના પેંગડામાં પગ ઘાલવાની તાકાત દુનિયાના કોઈ દેશમાં નહોતી. આનાં અઢળક વર્ણનો આપણા અનેક ગ્રંથોમાં વેરાયેલા જોવા મળે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી દિવ્ય ભાષાઓને તરછોડીને વ્યાકરણદુષ્ટ અંગ્રેજીમાં ગોટ-પીટ કરવામાં ગૌરવ અનુભવતા આપણે ધર્મગ્રંથોના વાંચનથી વિમુખ થઈ ગયા છીએ. નહિતર આપણા ધર્મગ્રંથોમાં આત્મિક ઉર્ધીકરણની સાથે સાથે આનુષાંગિક વિષયોની માહિતીનો જે દરિયો ઠલવાયો છે તે દંગ કરી દે તેવો છે. જૈનોના ૪૫ આગમમાં સૌથી પહેલાં આચારાંગ સૂત્રની શરૂઆતમાં જ સૂતરના જે વૈવિધ્યનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે તે ટીકાકાર મહર્ષિઓની બહુમુખી પ્રતિભાની પણ ઓળખ આપનારું છે. વનસ્પતિઓ અને ખનિજ દ્રવ્યોનું બનેલું જીવજડ જગત અનેક ચમત્કૃતિઓથી ભરપુર છે. માટે જ કદાચ આપણે ત્યાં પહેરવામાં આવતા વસ્ત્રોના શુભાશુભપરમાણુઓની પણ એક ચોક્કસ અસર માનવામાં આવી છે. રેશમી વસ્ત્રોનું પ્રાચીન રીતરિવાજો,વિધિ-વિધાનોમાં જે મહત્ત્વ આંકવામાં આવ્યું છે તેમાં કદાચ આવું કોઈક પરમાણુ વિજ્ઞાન પણ કારણ હોઈ શકે. અમુક જાતની શ્રેષ્ઠ હરડે જો હાથમાં લેવા માત્રથી રેચ કરાવી શકતી હોય તો રેશમ, ઊન કે સૂતર જેવા કુદરતી રેસાનાં વસ્ત્રો પહેરવા માત્રથી તેની અસરો શરીર પર થતી હોવાનું માનવામાં કોઈ વાંધો હોઈ શકે નહી.રેશમના કીડાને મારીને બનાવાતા હોવાથી રેશમી વસ્ત્રોને બદલે આર્ટ સિલ્કના સિન્ટેટિક રેસાઓનો પ્રચાર કેટલાક લોકો કરે છે અને ભોળી આમજનતા પ્યોરસિલ્કને બદલે પોલિયેસ્ટર કેટેરેલિન પહેરતી થઈ જાય છે. પણ પ્યોર સિલ્કના કપડાં બનાવવામાં જો રેશમના કીડા મરતા હોય તો આર્ટ સિલ્કના કારખાનાનું પ્રદુષિત પાણી અને ધુમાડાતો નદીનાં માછલાંથી લઈને માણસ સુધીની આખી જીવસૃષ્ટિને મારે છે. આ તો કીડાની હિંસાનું બકરું કાઢવા જતાં સમગ્ર | ૧૨૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy