SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો સરખાયે મિશ્રણ વગરનું નિર્ભેળ સુખ જ હોવું જોઈએ દુઃખનું ભેળસેળવાળું ભેળસેળિયું સુખ તેને જરાયે ઈષ્ટ નથી. અહીં પ્રથમ ગ્રાસે મક્ષિકા'નો ઘાટ ઘડાય છે. ભૌતિક જગતમાં દુઃખની ભેળસેળ વગરનુ નિર્ભેળ સુખ આકાશકુસુમવત્ છે. જૂના જમાનામાં નાતના જમણવારમાં દેશી ગોળના બનાવેલા ચૂરમાના લાડુ પીરસવામાં આવતા. બ્રાહ્મણભાઈને મોદક તો બહુ ભાવતા પણ મોદકમાં બરાબર મિશ્ન થયા વગર રહી ગયેલ એકાદી ગોળની ગાંગડી પણ રહી ન ગઈ હોય તેવા એકસરખા સ્વાદનો લાડુ ઈષ્ટ હતો.પણ હજી તો તેઓ મોદકના સ્વાદમાં મશગુલ થાય ન થાય ત્યાં જ પેલી ગોળની ગાંગડી ન જાણે ક્યાંકથી ટપકી પડતી. તમારી આજુબાજુ નજર નાખશો તો દરેકના સુખમાં આવી ગોળની ગાંગડી ક્યાંકથીયે ઘૂસી ગયેલી નજરે પડ્યા વિના નહિ રહે. જેને શ્રીમંતાઈનું સુખ મળ્યું હશે તેને કોઈ પણ ઘડીએ પડી શકતી ઈન્કમટેક્સની ધાડના ફફડાટની ગોળ-ગાંગડી સાથેને સાથે મળી હોય છે. રૂપાળી પત્નીનું સુખ મેળવનાર સોક્રેટિસની પત્નીથી પણ સારી કહેવડાવે તેવા તેના કંકાસિયા સ્વભાવની ગાંગડી ભેગી જ આરોગતો હશે. કોન્વેન્ટ એજ્યુકેટેડપતિની પ્રાપ્તિના સુખની જોડાજોડતદારૂડિયો અથવા વ્યભિચારી કે ક્રોધી હોવાનું દુઃખ લલાટે લખાયેલું હોય છે. દુઃખના મિકસચર વગરનું એકાદ નિર્ભેળ સુખ કોઈક સદ્નસીબને મળી ગયું હોય તો પણ કન્ડિશન નંબર-૨માં વાંધો આવીને ઉભો રહે છે. દુઃખની જરાયે ભેળસેળ વગરનું એકાદું સુખ મળી જાય એટલા માત્રથી જીવરાજભાઈને ધરવ થતો નથી. તેમને તો ઓલ એન્કમપાસિંગસર્વપ્રકારક સુખની અપેક્ષા છે. હી નીઝ ઈચ એન્ડ એવરી કાઈન્ડ ઓઊ હેપિનેસ અન્ડરસ્કાય એન્ડ ઓન ધી અર્થપતિ બધી રીતે ગુણિયલ હોય અને પતિ સંબંધી સુખમાં ગોળની એકાદ ગાંગડીયે ન હોય એટલા માત્રથી શું, જો ઘરમાં ટી.વી., ફિજ કે મારૂતિ વસાવવા જેટલી શ્રીમંતાઈ નહોય, પત્ની સારી હોય, રૂપાળી હોય, કામગરી હોય, બધી વાતે બરાબર હોય પણ પોતાની જ તબિયતનું ઠેકાણું રહેતું ન હોય તો પત્ની સંબંધીનિર્ભેળ સુખ આરોગ્યવિષયક | 999 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy