SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો વાલકેશ્વરના ફ્લેટમાં તમામ અટ્ટામોર્ડન ફેસિલિટિઝ ધરાવતા બધા લોકો સ્વર્ગીય સુખની અનુભૂતિ કરતા હોવા જોઈએ. અને બસ્તરના જંગલમાં લંગોટીભેર ફરતા તમામ વનવાસીઓ બચડાદુઃખી દૂઃખી હોવા જોઈએ પણ હકીકત આવી નથી એ આપણે જાણીએ છીએ. સેન્ટ્રલી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેઠા બેઠા આઈસક્રીમની ડિશ ઝાપટનાર પણ ઘણીવાર એવી અગનજવાળાઓ વચ્ચે શેકાતો હોય છે કે ડનલોપની ગાદીમાં અર્ધી રાત સુધી આળોટ્યા પછી પણ તેને ટ્રાન્કિવલાઈઝરસિવાય ઉઘ આવતી નથી. સામે પક્ષે કાઠિયાવાડના અંતરિયાળ ગામડામાં ગારમાટીના ઘર અને બાજરીના રોટલા સિવાય જેની પાસે કશું નથી એવા ગરીબ ગામડિયાને ગાભાની ગોદડીમાં પડતાવેંત ઘસઘસાટ સૂઈ જતાં પણ આપણે જોઈ શકીએ છીએ. સાધનસામગ્રી ઈઝ ઈકવલ ટુ સુખ આ સમીકરણ જો સાચું હોય તો આવું ન બને અને જો ખોટું હોય તો પછી સુખ મેળવવા ચીજવસ્તુઓને બદલે બીજે કેમ નજર ન દોડાવવી. રેતીમાંથી તેલ નીકળે છે એવો સિદ્ધાંત તમે એકવાર પ્રસ્થાપિત કરો એટલે પછી તમારે દુનિયાભરની રેતી ઉપર કબજો કરીને તેમાંથી તેલ કાઢવાનો ભવ્ય પુરુષાર્થ આરંભવો જ રહ્યો. જરુરિયાતો વધારીને તેની પરિપૂર્તિ દ્વારા સુખપ્રાપ્તિના સિદ્ધાંતની નેચરલ કરોલી રૂપે પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ,વનસ્પતિ અને તિર્યંચોની સૃષ્ટિનું અમર્યાદ અને બેરહમ શોષણ શરૂ કરવામાં આવ્યું. માણસ એમ માની બેઠો કે પોતાની પાસે સમગ્ર પૃથ્વીનો ધણિયાપો છે અને માનવેતર આખી સૃષ્ટિનું નિર્માણ તેના ઉપભોગ માટે જ થયું છે. આવા ઈન્ફરન્સ (ઉપસિદ્ધાંત) માંથી પેદા થયેલા મનુષ્યના ઘમંડે પૃથ્વી પરના માનવેતર જીવોનું જીવતર ઝેર કરી નાખ્યું છે. આવા ઘમંડમાંથી જ પેદા થયેલો એક પ્રશ્ન વિનોબાને એક વાર જાહેરસભામાં પૂછાયેલો. કોઈક ઈશ્વર કતંકવાદીએ તેમને પૂછેલું કે “ગાય દૂધ આપે છે, બળદ ખેતીના કામમાં આવે છે. એટલે તેમનું સર્જન ઈશ્વરે શા
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy