________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
૧૯૮૦ના માર્ચમાં તારાપુરમાં થયેલ એક અકસ્માતના નોંધાયેલા કિસ્સામાં ગરમ કિરણોત્સર્ગી પાણી બહાર ઢોળાઈ ગયેલું અને પ્લગ પણ તેની સાથે જ બહાર ફેંકાઈ ગયેલો. મોતના કૂવા જેવા આ કિરણોત્સર્ગી પાણીમાંથી આ પ્લગ શોધી લાવવાની જિગર તો કોની હોય? એટલે બાજુના ગામમાંથી અભણ ગામડિયાઓને પકડી લાવીને આ ખતરનાક ખાબોચિયામાંથી પ્લગ શોધી લાવવા તેમને ધકેલી દેવામાં આવ્યા. નિઘૃણ શોષણ અને નઘરોળ હિંસાનો આનાથી વરવો નમૂનો કદાચ દીવો લઈને શોધતાં પણ ન મળે.
વીજળીક સાધનોના અતિશય વપરાશે શહેરી લોકોને એટલા બધા સુખશીલિયા બનાવી દીધા છે કે માનવીય અનુકંપાનો કોઈ પણ પ્રશ્ન તેમના એશઆરામમાં આડો આવે તો તેને ઈમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ અશક્ય કહીને વગોવી કાઢવા તેમનું ગુનાહિત માનસ તેમને પ્રેરે છે. એટલે તેમના બાપદાદાઓ હજારો પેઢીઓથી જીવતા હતા તેવી રીતે જીવવાનું તેમને કહેવાનો કોઈ અર્થ નથી. પણ ટીવી,વિડિયો, એરકન્ડિશનર, પંખા,જ્યુસર,મિક્સર, ગ્રાઈન્ડર, લિફ્ટ, ડોરબેલ, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનરથી લઈને ટ્યુબલાઈટ સુધીના કોઈ પણ સાધનનો ઉપયોગ કરવા તેમની આંગળી લંબાય તે વખતે તેમને એટલું પણ જો યાદ રહે કે વીજળીની જે ચાંપ તેમના ઓરડામાં અજવાળું પાથરી રહી છે તે કો'ક ગરીબ ગામડિયાના જીવનમાં અમાસનો અંધકાર રેલાવીને પેદા થઈ છે; તો એ હાથ કદાચ દસમાંથી પાંચ વાર તો અચૂક પાછો હઠી જશે.
|| 99૨ ||
-અતુલ શાહ વિક્રમ સંવત ૨૦૪૦