________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કેટલી ભારે સામાજિક પર્યાવરણીય કિંમત ચૂકવવી પડે છે તેનું અભ્યાસપૂર્ણ વર્ણન બ્રિટનના જગવિખ્યાત મેગેઝિન ઈકોલોજીસ્ટ'ના તંત્રી “એડવર્ડ ગોલ્ડ સ્મિથ અને નિકોલ હિલ્ડયોર્ડ” “સોશિયલ એન્ડ એન્વાયર્નમેન્ટલ ઈફેક્ટસ
ઓફ લાર્જ ગેમ્સ' (મોટા બાંધોની સામાજિક અને પર્યાવરણિક અસરો)ના ત્રણ વોલ્યુમમાં દુનિયાભરના મોટા બંધના કેસ સ્ટડી મૂકીને કર્યું છે. હજારો લાખો ગરીબ માણસોને પોતાના બાપીકાઘરમાંથી ઉખેડીને ફેંકી દેવા, સૂર્યનું કિરણ જ્યાં ધોળે દિવસે પણ પેસી ન શકે તેવા જંગલોને ડુબાડી દેવા અને આવી રીતે બંધો બાંધીને વીજળી પેદા કરી શ્રીમંતોના રેફ્રિજરેટર્સકે એરકન્ડિશનર્સ ચલાવવામાં કે તમાકુના પાકને રાતદિવસ પાણી પૂરું પાડવા ઈલે.એન્જિનો ચલાવવામાં કયો કુદરતી જાય છે એ એક ગહન કોયડો છે.
થર્મલ પાવર સ્ટેશનના કિસ્સામાં પણ ‘વોહી રફતાર બેઢંગી' જેવી જ હાલત છે. રોડ કે રેલવે રસ્તે અમદાવાદ પાસેથી પસાર થતી વખતે સૌએ સાબરમતી પાસે(જેને મોટાભાગના લોકોમિલના ભૂંગળા માની લે છે)થર્મલ પાવર સ્ટેશનના તોતિંગ ભૂંગળા જોયા હશે. તમે કદાચ જિંદગીમાં જોયા ન હોય એવા ઝેરી ધુમાડાના થાંભલા (એને માટે ધૂમ્રસ્તંભો જેવો કાવ્યાત્મક શબ્દ વાપરવાથી એની પાછળ રહેલી મરશિયાની છાંટ ઓછી નથી થતી) એ ભૂંગળા ઉપરથી આકાશમાં ઉઠતા તમને જોવા મળશે. આજુબાજુના મકાનોની આગાશી ઉપર પાવરસ્ટેશનમાંથી ઉડતી ઝીણી કોલસીના થરનાં થર બાઝી જાય છે. સાબરમતીના ઉપાશ્રયમાં ચાતુર્માસ કરતા જૈન સાધુઓના શ્વેત વસ્ત્રો દિવસભર ઉડતી ઝીણી કોલસીને કારણે સાંજે શ્યામવર્ણા થઈ જતાં હોવાનો અનુભવ તેમને મુખેથી સાંભળવા મળે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના એકટોચની કક્ષાના અધિકારી સાથે થયેલી અનૌપચારિક વાતચીત દરમિયાન તેમણે સામે ચાલીને નિખાલસતાપૂર્વક કબૂલ કરેલું કે થર્મલ પાવર સ્ટેશનને કારણે સાબરમતીનો વિસ્તાર અમારો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર છે. કોલસામાંથી વીજળી પેદા કરતા આ થર્મલ પાવર સ્ટેશનો વાતાવરણમાં ઢગલાબંધ સલ્ફર અને નાઈટ્રોજન ઓકસાઈલ્સ છોડતા હોય છે. ઊંચે
| ૧૦૬ //.