SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો શ્રી શત્રુંજય શ્રેષ્ઠ છે. માટે જ જૂના વૈદ્યો મંદ પાચન શક્તિવાળા દરદીઓને વરસાદનું પાણી જ વાપરવાનું કહેતા. ગામડાના જૂના લોકો માટીના મોટામોટા ગોળાઓમાં ચોમાસામાં ભરી રાખેલું વરસાદનું પાણી દાળ સીઝવવા, લગ્નાદિ પ્રસંગોએ પહેરવાની મૂલ્યવાન રેશમી સાડીઓ ધોવામાં તથા ચાંદી જેવી કિંમતી ધાતુના વાસણ માંજવામાં ઉપયોગમાં લેતા જેથી દાળ વગેરે જલ્દી સીઝી જાય તથા મૂલ્યવાન કપડાં-વસ્ત્રો એકદમ ઉજળા થાય.અત્યારે આરસનાં તથા ધાતુનાં પ્રતિમાજી કાળા પડી જતાં હોવાની ફરિયાદ વ્યાપક બનતી જાય છે તેમાં કેમિકલવાળા નળનાં કે પંપના પાણી દ્વારા થયેલો અભિષેક-પ્રક્ષાલ પણ કારણભૂત છે. આના બદલે જો(ટાંકામાં સંઘરેલા) વરસાદના પાણીથી અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે તો પ્રતિમાજી ઉજળા થયા સિવાય રહે નહિ. વરસાદના પાણીનો અને તેમાંયે મઘા નક્ષત્રના પંદર દિવસ દરમ્યાન વરસેલાં પાણીનો આદેશમાં ખૂબમહિમા ગણવામાં આવતો. ખંભાતથી લઈને બાડમેર સુધીના અનેક શહેરોમાંદેરાસરની જેમ જ ઘરે ઘરે ઘર વપરાશના પાણી માટે પણ ઘરની નીચે ટાંકું બનાવી અગાશી ઉપર પડતા વરસાદના પાણીને પાઈપ દ્વારા ઝીલી લઈ તેનો જ ઉપયોગ કરવામાં આવતો.ખંભાત જેવા શહેરોમાં આજે પણ ઘરે ઘરે આવા ટાંકાનાં પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રીમંતોના ઘરોમાં તો એટલાં મોટાં ટાંકા રહેતાં કે તેમની આખી જાતનો જમણવાર કરવામાં આવે તો પણ ટાંકાનું પાણી માંડ ચાર આંગળ જેટલું પણ ઓછું થતું નહિ. મોજશોખ માટે ટી.વી.-વિડીયોથી લઈને મારૂતિ-ફિજ સુધીના સાધનો વસાવી શકનાર જૈનો જો ધારે તો જયણાના પાલન માટે પોતપોતાના ઘરે ટાંકા દ્વારા ગાળેલા પાણીનો ઉપયોગ કરવાનું આયોજન તેમના માટે જરાય અઘરું નથી. મોટા શહેરોમાં તો પીવાના પાણીની અને ગટરની પાઈપો લીક થઈને એકબીજામાં ભળી જઈ રોગચાળો ફેલાવવામાં કારણ બન્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. મોટા શહેરોમાં જંગી સરોવરો કે બંધોમાંથી તોતિંગ મશીનો દ્વારા વોટર વર્ક્સમાંથી પાઈપોનાં જાળા ઉભા કરવામાં જે ઘોર આરંભ | ૧૦૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy