________________
મેં વાંચ્યું તમે પણ વાંચો થાતો હશે તે એક સંશોધનનો વિષય છે. તેના બદલે વિશાળ ખુલ્લી જમીન ધરાવતા ગામડાંઓમાં પણ પ્રદુષિત કરનારની પ્રગતિ તેમને જ મુબારક.
અમેરિકાના એક સર્વેક્ષણ અનુસાર એકવાર ટોયલેટ ફલશ કરવામાં પાંચથી સાત ગેલન પાણી વપરાય છે (અહીં જ્યાં-જ્યાં વપરાય છે શબ્દનો ઉપયોગ થયેલો દેખાય ત્યાં-ત્યાં વેડફાય છે એમ વાંચવું). સામાન્ય ગણિતનો પણ ઉપયોગ કરીએ તો એક ઘરમાં ઓછામાં ઓછું દસવાર પણ ટોઈલેટ ફલશ થાય તો રોજના સરેરાશ ૬૦ ગેલનના હિસાબે મહિને ૧૮૦૦ ગેલન અને વર્ષે ૨૧,૬૦૦ ગેલન પાણી તો એક જ કુટુંબ ઢોળી નાંખે છે. માત્ર એક કરોડ લોકો પણ ગામડાંની જીવનશૈલીને તરછોડી શહેરી જીવન અપનાવે તો ૨૧૬ અબજ ગેલન પાણી આમ જ વેડફાઇ જાય. જેને ગેલનમાં ખબર ના પડતી હોય તે આ આંકડાને અંદાજે સાડાચારથી ગુણી કાઢશે, તો તેને લિટરનો આંકડો મળી જશે.
વિકાસની આ વાહિયાત વાતોને ઉભીને ઉભી ચીરી નાખનાર ગોવાના એક તેજી તોખાર પત્રકાર કલોડ, અલ્વારિસે તેના ‘ડેવલપમેન્ટ મચ એણ્ડ ડુ અબાઉટ નથિંગ' નામના લેખમાં આજની પ્રગતિનો ઠઠ્યો ઉડાડતાં એક સરસ વાત લખેલી કે દેશી ઢબની ઉભડક પગે બેસીને શૌચ માટે જવાની પદ્ધતિને બદલીને યુરોપિયન સ્ટાઈલના કમોડ વાપરવા એ આધુનિક પ્રગતિની નિશાની છે અને પ્રગતિ માટે આપણે ગમે તેવા ભોગ આપવા તૈયાર રહેવું જોઇએ. તો પછી જો કમોડ વાપરવાનું શરૂ કરવાથી થોડી ઘણી કબજિયાત રહેવાની શરૂ થઈ જાય તો તંદુરસ્તીનો તેટલો ભોગ કમોડ વાપરવાની પ્રગતિ સામે કોઈ વિસાતમાં નથી અને ખરેખર કમોડની વાતને સાચી ઠેરવતા મુંબઈના અનેક નવનિકોને ખૂબ અગવડદાયક પડતું હોય તો પણ સુધરેલા અને મોડર્ન ગણાવાની હરીફાઈમાં ઘરમાં કમોડ ફિટ કરાવતા જોયા અને રોજ કબજિયાતની ટીકડીઓ ખાઇને હેરાન થતા પણ જોયા છે.
જે જમાનામાં માઇક્રો-ઓર્ગેનિઝમ્સની (સૂક્ષ્મ જીવોની) કોઈ
|| ૬૪ ||