SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો રેવરન્સ ફોર લાઈફને (જીવન પ્રત્યે સંવેદનશીલતા) નેવે મૂકતી અતિ સ્વાર્થકેન્દ્રીની એદંયુગીન વિચારસરણી છે. જૈનદર્શન તો માણસ તથા પશુપંખી ઉપરાંત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા પ્રકૃતિનાં અનેકવિધ અંગોમાં રહેલા જીવત્વનો આદર કરવાની વાત સદીઓથી કરતું આવ્યું છે.જગદીશચંદ્ર બસુ બોઝતો અંગ્રેજનેબસુબોલતા આવડતું નહોતું માટે કહેતા હતા,ચટોપાધ્યાય અને બન્ધોપાધ્યાયબોલતાં નહોતું આવડતું માટે ચેટરજી અને બેનરજી કર્યું તેમ) એ વનસ્પતિના જીવત્વને લેબોરેટરીમાં સાબિત કર્યુંતેનાથી સદીઓ પહેલાં વૈદિક ધમનુયાયીઓના ‘જવિષ્ણુસ્થળે વિષ્ણુ વિષ્ણુપર્વતમસ્તકે માં પણ કદાચ આ જ વાત કહેવાય છે. વિષ્ણુનો અર્થ જો ભગવાન કરવામાં આવે તો તો બહુ કઢંગી સ્થિતિનું સર્જન થાય માટે વિષ્ણુનો અર્થ આત્મા એટલે કે જીવ કરીને જલમાં, સ્થળમાં, છેક પર્વતની ટોચ ઉપર રહેલી શિલાઓમાં પણ જીવત્ત્વ રહેલું છે એવો અર્થકરવામાં આવે તો જ આ શ્લોક-પંક્તિની સંગતિ થઈ શકે. આધુનિક અર્થશાસ્ત્રીઓથી માંડીને પર્યાવરણવિદો જેને નેચરલ રિસોસીઝના (પ્રાકૃતિક ઉર્જા સ્ત્રોત) નામે ઓળખે છે તેવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં નિહિત ચૈતન્યની ભારતીય દર્શનની માન્યતાની આધારશીલા પર રચાયેલી ભારતીય જીવનરીતિ તેમાં રહેલા જીવત્વને આદર કરીને તેના ઓછામાં ઓછા ઉપયોગથી ચલાવી લેવાનું શીખવતી. એટલે પ્રાકૃતિક સંસાધનોનો આટલો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવશે તો તે ખૂટી ગયા પછી માણસજાત જીવશે કેવી રીતે તેટલા માત્ર માણસજાતના ભવિષ્યને અંધારિયું બનાવતા અટકાવવા પૂરતું જ રિસોર્સ યુટિલાઈઝેશન (ઉર્જા સ્ત્રોતોનો વપરાશ) ઘટાડવાના સંકુચિત ખ્યાલ કરતાં પણ ઘણો વ્યાપક આ દ્રષ્ટિ કોણ હતો. એમાં જંગલો, જમીન, જાનવર, કે જળનો આડેધડ ઉપયોગ કરીશું તો તેના વગર આવતી કાલે આપણે જીવીશું શી રીતે એટલો મર્યાદિત ખ્યાલ માત્ર નથી, પણ તે બધામાં પણ જેવી સંવેદના આપણામાં છે તેવી જ આત્મસંવેદના હોવાથી અનિવાર્ય ઉપભોગને છોડીને તેમને સ્પર્શશુદ્ધાં // ૬૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy