SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો પાલન કરનારા શ્રી જિનેશ્વર ભગવંતના સાધુ-સાધ્વીનું જીવન સ્વપરને સુખશાંતિ આપનારું અને સૌનું કલ્યાણ કરનારૂં હોય છે, પણ કોઈનેય અશાતા ઉપજાવનારૂં, ઉપદ્રવ કરનારૂં કે કોઈનુંય અકલ્યાણ કરનારૂં ક્યારેય હોતું નથી. ઉપકારી સાધુ-સાધ્વીનું આટલું પણ સહન ન કરે ને એમનાથી દૂર જઈને વસે તે એમનાથી મળતા હજાર લાભ પણ ગુમાવે. આમ છતાં કોઈ ઓછી સમજવાળા હોવાથી અથવા વૃદ્ધાવસ્થા, બીમારી, અશક્તિ, વિહાર આદિનો થાક વગેરે કારણસર કે પ્રમાદથી પારિષ્ઠાપનિકા સમિતિરૂપ પોતાના આચારનું પાલન સારી રીતે કરી શકતાન હોય, માનું અને કાપનું પાણી યોગ્ય રીતે પરઠવી શકતા ન હોય ત્યારે તેની સૂગ કરીને નજીવા કારણોસર ઉપાશ્રયનું નિર્માણ થતું અટકાવવાનો પ્રયત્ન કરવાથી કે ઉપાશ્રયથી દૂર જઈને વસવાથી જાણે-અજાણે કેટલા બધા લાભોથી વંચિત રહેવાનું થાય અને કેટલા બધા અનર્થોની નજીક જવાનું થાય એ સ્વયં વિચારી લેવું જરૂરી છે. મહાપુરુષોએ કહ્યું છે કે, જેમના તરફથી પોતાના ઉપર નિત્ય ઉપકાર કરવામાં આવતો હોય, એમના તરફથી ક્યારેક થઈ જતા અપકારને પણ ગુણને જાણનાર સજ્જનો ઉપકાર જ ગણે છે. આપણી આસપાસમાં થિયેટર હોય, તો થિયેટરનો શો છૂટ્યા પછી તે સ્થાનોમાં બીડી, સિગરેટનાં ઠૂંઠા, દીવાસળીઓ, કાગળના ટુકડા વગેરેનો કચરો કોથળા ભરાય તેટલો પડેલો હોય છે. ઉપકારી સાધુ-સાધ્વીના મળમૂત્રની દુર્ગચ્છા(નફરત) કરનારા, પોતાના ઘરડાં અને બીમાર મા-બાપના મળમૂત્રની સાફસૂફીનું કર્તવ્ય શી રીતે બજાવશે?અને મા-બાપના મળમૂત્રની પણ ભારે દુર્ગચ્છા થયા વગર રહેશે નહિ. જુવાન શરીર કરતાં વૃદ્ધ-બીમાર શરીરથી ગંદકી વધારે થાય. તેથી ‘ઝટ જાય ખોખું તો ઘર થાય ચાખું એવું મા-બાપને અંગે પણ ઈડ્યા કરે એ બનવાજોગ છે. વળી સાધુ-સાધ્વીનાં મળમૂત્રની દુર્ગચ્છા || ૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy