SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર સૂરિજીના શુભ હસ્તે ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે. છેલ્લો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૬૪૨માં આચાર્ય શ્રી વિજ્યસેન સૂરિજીના શુભ હસ્તે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. આ સિવાય ૧૩મી અને ૧૪મી સદીમાં બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવ્યાનો તથા ગોખલા વગેરે નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. આ બધા ઉલ્લેખો એવો નિર્દેશ કરે છે કે આ તીર્થ ઘણું પ્રાચીન હશે. વળી વિક્રમ સંવત ૧૨૪૧માં આચાર્ય શ્રી સોમપ્રભસૂરિજીએ લખેલ ‘કુમાર પ્રતિબોધ' નામક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવતની પહેલી સદીમાં આચાર્ય શ્રી બપુટાચાર્યજીના ઉપદેશથી રાજા વત્સરાયે જૈન ધર્મ અંગીકાર કરીને શાસનાધિષ્ટાયી શ્રી સિદ્ધાયિકા દેવીનું અહીંયા મંદિર બંધાવ્યું હતું. આ શ્વેતાંબર મંદિરની દિશામાં એકાદ કિલોમીટરના અંતરે કોટિશિલા નામે એક સ્થળ છે. એમ કહેવાય છે કે અહીંયાથી અનેક મુનિઓ ઘોર તપશ્ચર્યા કરીને મોક્ષે સિદ્ધાવ્યા છે. આ સ્થળને અહીંની પહેલી ટૂક કહેવામાં આવે છે. અહીંથી પૂર્વ દિશામાં એક કિલોમીટરના અંતરે મોક્ષબારી નામે બીજી ટૂક આવે છે. એને પુણ્યબારી પણ કહે છે. અહીંયા દેરી આવેલી છે. જેમાં અજિતનાથ ભગવાન વગેરેની પ્રાચીન ચરણપાદુકાઓ છે. દેરીમાં પરિકરયુક્ત યાને મૂર્તિના મુખની આસપાસ ફરતા કીતરકામવાળી ભગવાનની પ્રતિમા છે. અહીંથી વાયવ્ય દિશામાં એક કિલોમીટરના અંતરે એક ત્રીજી ટૂક આવે છે. તેને સિદ્ધશિલા ટૂક કહે છે. અહીં દેરીમાં ચૌમુખી તેમજ અજિતનાથ ભગવાનની પાદુકાઓ છે. તળેટીથી નજીકનું સ્ટેશન તારંગા હિલ છે. તે તળેટીથી પાંચ કિલોમીટર દૂર છે અને મહેસાણા-તારંગા રેલ્વે માર્ગનું છેલ્લું સ્ટેશન છે. તારંગા હિલથી ખેરાળુ લગભગ (૨૪) ચોવીસ કિલોમીટ૨, વિસનગર (૫૧) એકાવન કિલોમીટર અને મહેસાણા લગભગ બોંતેર (૭૨) કિલોમીટર દૂર છે. ત્યાંથી બસ અને ટેક્સીની ૫૧
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy