SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણ' “મહાનિર્વાણ' પોકારતા સાધુવરે એ યુગયુગાન્સરના દર્શનને દંડવત્ પ્રણામ કીધા. આભના દરવાજા એમને ઉઘડી ગયા. "સજ્જનો! સિદ્ધાચળના એ પ્રથમ સિદ્ધદેવ ઋષભદેવજી. "એમણે પ્રથમ કીધું એ યુગયુગાન્તરનું દર્શન. તે પછી અનેક સાધુવરોએ કીધું છે, અને સિદ્ધાચળને શિખરે અનંતા સિદ્ધદેવો થઈ ગયા છે. એ હતા યુગયુગાન્તરના પ્રથમ વટેમાર્ગ. એમણે વાટ પાડી અને પુણ્યવાટે પુણ્યશાળીઓ પરવર્યા." વિખ્યાત પુરાત્તત્ત્વવેત્તા જેમ્સ ફરગ્યુસન શ્રી શત્રુંજય તીર્થ જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે લખ્યું છે કે "આ ઈમારતો કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની વિગતોની સુકુમારતામાં પણ જૂની ઈમારતોની સ્પર્ધા કરે છે. અને એ બધાં મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવું એક (દવ મંદિરોનું) જૂથ રચે છે કે જે બીજે ક્યાંય જોવા મળતું નથી." "સ્થાપત્ય વિદ્યાના તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થીને માટે આ સ્થાન દુનિયા ઉપરના રસપ્રદ સ્થાનોમાંનું એક છે; કારણ કે ત્યાં એને મધ્ય યુગમાં, વિવિધ પ્રકારની પ્રક્રિયાઓથી, બીજા કોઈ પણ સ્થાન કરતાં વધારે મોટા પાયા ઉપર અને વધારે કુદરતી રીતે ઊભાં કરવામાં આવેલાં દેવળો જોવા મળે છે. આપણે જ્યારે દૂર દૂરનાં સ્થાનોમાં, મકાનોના નકશા બનાવવાની, અત્યારે પણ અનુસરવામાં આવતી, પદ્ધતિઓનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે, અણકેળવાયેલ હિંદુઓ શિલ્પકળાની મૌલિકતા અને સંપૂર્ણતામાં કેટલી ઊંચી કક્ષાએ પહોંચી શકે છે, કે જ્યાં મધ્ય યુગથી તે અત્યાર સુધીમાં, યુરોપ પહોંચી શકેલ નથી." "પોતાનાં (જૈનોનાં) મંદિરોની રચના, કે જેને "મંદિરોની નગરીઓ” કહી શકાય, એ જૈનોની એક વિશેષતા છે, અને ભારતના કોઈ પણ ધર્મના અનુયાયીઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં તેઓ એનો અમલ કરે 3, ' ' : : :
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy