SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તેજની પાંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે, પદ્મપાંખડી સમા એના અડવાણા પાય છે, દેહના ને આત્માના આધાર સમો એનો ધર્મદંડ છે, ધર્મના અરીસા સામે એનો મુખચંદ્ર છે. એનો દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ઠ છે. ઊંચે ને ઊંચે એનો પ્રયાણમાર્ગ છે - જાણે આભને આરે જઈને ઊભશે કે શું ? કાલે સાયંકાળે એ તળેટીનો અતિથિ હતો; આજે મધ્યાહ્ને શિખરનો મહેમાન થશે. સિધ્ધાચળે હડી, તપશ્ચર્યા કરી, પછી તો અનેક સિદ્ધો સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધાચળે ડનારા તપશ્ચર્યાર્થી પ્રથમ સિદ્ધ. એમની પગલી પગલીએ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાચળને સ્પર્શે સ્પર્શે એ પાવન થતા એ પણ ત્યહારે તો ઉકેલવાનો એક ધર્મ કોયડો હતો. એ સાધુવર કાંઈક શોધતા હતા.... “દિશાઓને શોધતા શોધતા તે અડતા હતા. પર્વતની પ્રથમ ઘાટીએ અડી રહ્યા.” હાથીના કુંભસ્થળ શી બીજી ઘાટી એમણે અડવા માંડી. સિદ્ધાચળને શિખરે ત્યહારે ન હતા મન્દિર કે મુગટ, ત્યહારે ન હતા ધૂપ કે કેસર-ચંદનના સુગન્ધ, ગિરિરાજ સ્વયં કુદરતનું મહામન્દિર હતું. તરુવરો મુગટ હતા, ગિરિફૂલડાં અને ગિરિઔષધિઓ ઢોળતા'તાં ધૂપકેસરના સુગન્ધ. એ હડતા જાય, ને વાતાવરણ નિર્મળું ને પારદર્શક થતું જાય. આદીશ્વર ભગવાનનું આ જ મંદિર છે. એ શિખરની ધારે જઈને સાધુવર GELL.... ”....બે હજાર પગલાંની ઊંચાઈઓથી એ સાધુવરે પશ્ચિમ દિશામાં દ્રષ્ટિ પરોવી. પ્રથમ તો એમણે દીઠી પગલાં નીચે ઢોળાતી, રૂપાની રેલ સમી, શત્રુંજય ગિરિરાજની ભગની શત્રુંજય નદી. ચોકની ડુંગરીઓમાંથી નીસરી તાલધ્વજી તળાજિયા ડુંગરની પ્રદક્ષિણાએ જતી હતી.... એમણે વીતેલાં વર્ષોને જોયાં, સૈકાઓને જોયા, યુગપલટા જોયા, યુગયુગાન્તરને જોયા, મન્વન્તરને જોયા, અને સૌની પાછળ સૃજન-પ્રલયની મહાલીલાને જોઈ. સિદ્ધાચળને શિખરે શિખરે ઊભેલા એ સાધુવરની આંખડીમાં વિરાટ આવીને ઊભો. અનંતાકાળ એમને અણુ-પરમાણુ થઈ રહ્યો. જન્મ-મરણની ભવભૂલભૂલામણી એમને રાજમાર્ગ સમી ભાસી. ૨૬
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy