________________
શ્રી કુંડલપુર તીર્થ
હાલ જેને કુંડલપુર ગામ કહે છે તેનું પ્રાચીન કાળમાં ગુબ્બગામ અને પડગામ નામ હતું. તે નાલંદાથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. પ્રાચીન કાળમાં નાલંદા અને કુંડલપુર મગધની રાજધાની રાજગૃહીના ઉપનગરો હતાં. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ યાને ગૌતમ સ્વામીનું આ જન્મસ્થાન છે. ભગવાન મહાવીરના બીજા બે ગણધર અને ઈન્દ્રભૂતિના સગાભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિનું પણ આ જન્મસ્થાન છે.
આમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરો પૈકી ત્રણ ગણધરોની આ જન્મભૂમિ હોઈ તેમજ લબ્ધિના દાતાર ગૌતમસ્વામી અને ભગવાન મહાવીરે આ ભૂમિને ઘણીવાર પાવન કરેલી હોઈ, જૈનો માટે આ એક તીર્થભૂમિ બની ગઈ છે. અહીં ગૌતમ સ્વામીજીના જન્મસ્થાન ઉપર એક મંદિર બાંધવામાં આવ્યું છે. જેમાં ગૌતમસ્વામીજીની ચરણ પાદુકા છે. અહીં એક બીજું દિગંબર મંદિર પણ છે. શ્વેતાંબર મંદિરમાં અતિશય સુંદર અને કલાત્મક મૂર્તિઓ છે.
ઈ.સ. ૪૧૦માં ચીની મુસાફર ફા-હિ-યાન ભારતની યાત્રાએ આવેલા ત્યારે કંડલપુર એક સામાન્ય ગામ હતું. તે પછી ઈ.સ. ૪૨૪ થી ૪૫૪માં કુમારગુખે બૌદ્ધ સાધુઓ માટે એક વિશાળ મઠ બનાવ્યો અને પછી નજદીકમાં નાલંદા વિશ્વવિદ્યાલય ઊભું થવાથી કુંડલપુર બૌદ્ધ વિધાનું એક મોટું કેન્દ્ર બની ગયું હતું.
સાતમી સદીમાં યાત્રાએ આવેલ બીજા ચીની મુસાફર હયુ-એન-સંગે આ જગ્યાઓનું વર્ણન કર્યું છે. તેરમી સદી સુધી નાલંદા વિશ્વ વિદ્યાલય બૌદ્ધ વિદ્યાનું ધામ હતું, કંડલપુર પણ ત્યારે વિદ્યાના ધામ તરીકે વિકાસ પામ્યું હતું, અહીં જૈન ધર્મનો પણ પ્રભાવ હતો. ગોશાલો જેણે ભગવાન મહાવીરને ઘણો ત્રાસ આવ્યો હતો તેનો મેળાપ ભગવાન મહાવીરને અહીં કુંડલપુરમાં થયો હતો.
STS ૧૨ NNNN