________________
રાજાઓની રાજધાની હતું ત્યારે વૈશાલી હુન્નર ઉદ્યોગ અને વેપારનું એક ઘણું જ સમૃદ્ધ કેન્દ્ર હતું.
વૈશાલી સાથે બુદ્ધ અને મહાવીર બન્નેનાં જીવન સંકળાયેલાં હતાં. બન્ને સમકાલીન હતા, છતાં કોઈ પણ પુસ્તકમાં આ બન્ને મહાન આત્માઓ એક બીજાને મળ્યા હોય તેવો ઉલ્લેખ મળતો નથી. ઈતિહાસવેત્તાઓનો એવો મત છે કે તેઓ બન્ને કદી મળ્યા ન હતા. આ લખું છું ત્યારે મને વીસમી સદીમાં ભારતમાં જન્મેલ, બીજી બે મહાન સમકાલીન વ્યક્તિઓ મહાત્મા ગાંધી અને શ્રી અરવિંદનો ખ્યાલ આવે છે. ભારતના આ બે મહાન આત્માઓ પણ સમકાલીન હોવાં છતાં એકબીજાને કદીયે મળ્યા ન્હોતા. એ ખરું કે, આ બન્ને પ્રસંગોમાં થોડો ફરક છે. બુદ્ધ અને અને મહાવીર તો એક જ સ્થળે વારંવાર રહ્યા હતા અને છતાંયે તેમનું મિલન થયું ન હતું જ્યારે ગાંધીજી અને શ્રીઅરવિંદ એક જ સ્થળે રહ્યા હોય તેવું બન્યું નથી.
આમ, વૈશાલી એ ગણરાજ્યની માતૃભૂમિ માત્ર ન હતી પણ તેની સાથે માનવજાતિના બે મહાન ધર્મ પ્રવર્તક આત્માઓનાં સંસ્મરણો પણ વણાયેલાં છે.
મોટર માર્ગે પટણાથી વૈશાલી, પચાસ (૫૦) કિલો મીટરના અંતરે આવેલું છે. તે માર્ગે જવા માટે ગંગા નદી પર એક વિશાળ પૂલ બાંધવામાં આવ્યો છે. તેને મહાત્મા ગાંધી પૂલ કહે છે. આ ઉપરાંત રેલ્વે માર્ગે પણ મુઝફરપુર – જે મોટું રેલ્વે જંકશન છે. - તે દ્વારા પણ વૈશાલી જઈ શકાય છે. મુઝફરપુરથી વૈશાલી છત્રીસ (૩૬) કિલોમીટરના અંતરે આવેલું છે. મોટે ભાગે પર્યટકો પટણાથી મોટર માર્ગે જવાનું પસંદ કરે છે. બિહાર પ્રવાસ નિગમ પટણાથી વૈશાલીની અડધા દિવસની ટૂર પણ લઈ જાય છે.
વૈશાલીમાં રહેવા માટે બિહાર પર્યટન નિગમે બાંધેલ ટુરિસ્ટ બંગલો તેમજ જાહેર બાંધકામ ખાતાએ બાંધેલ ઈન્સ્પેક્શન બંગલો છે. આ ઉપરાંત એક જૈન વિહાર (ધર્મશાળા) પણ છે. પણ હાલ વૈશાલી એક નાનું ગામ હોઈને ત્યાં ખાવાપીવાની યોગ્ય વ્યવસ્થા નથી. પર્યટકોને માર્ગદર્શન અને માહિતી આપવા માટે પર્યટક માહિતી કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે.
૧૫૮ SS