SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વચમાં આરસના પત્થરની તકતી ઉપર કોતરવામાં આવ્યું છે કે આ સ્થળે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. આ સ્થળનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ પતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. આ જગાનું અસલ નામ કુંડગ્રામ હતું. કુંડગ્રામ આજે વાસોકુંડ કહેવાય છે. મહાવીર સ્વામીને, વિદેહ, વિદેહદત્ત, વિદેહસુકુમાર અને વૈશાલિક વગેરે નામોથી ઉદ્બોધન કરવામાં આવતું હતું. સૂત્ર-કૃતાંગ ૧૩મામાં મહાવીર સ્વામીનો વૈશાલિક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે વૈશાલીમાં આવેલ આ સ્થળે તેમનો જન્મ થયો હશે એમ માની શકાય. દિગંબર પંથીઓની માન્યતા મુજબ મહાવીર સ્વામીની માતા ત્રિશલાદેવી રાજા ચેટકની પુત્રી હતાં. જ્યારે શ્વેતાંબર માન્યતા અનુસાર તેમનાં બહેન હતાં. રાજા ચેટક એ વૈશાલીના રાજા હતા. ત્રિશલાદેવી વિદેહના શાસક વંશમાં જન્મ્યાં હતાં એટલે તેમને વૈદેહી અથવા વિદેહદત્તા તરીકે સંબોધવામાં આવતાં હતાં. વૈશાલીની બહાર કુંડગ્રામ નામનું નગર હતું, અહીંયા મહાવીર સ્વામીના પિતા, સિદ્ધાર્થ એક રાજા હતા અને જ્ઞાતુ નામના ક્ષત્રિય કુળના હતા. અહીં મહારાજા સિદ્ધાર્થનો મહેલ હતો. હાલ પણ અહીંના ગ્રામીણોનું કહેવું છે કે મહાવીરસ્વામીનો જન્મ અહીં થયો હતો. અહીંની જયરિયા જાતિ મહાવીર સ્વામીને પોતાના પૂર્વજ માને છે.પ્રાચીન કાળથી અહીંની આગળ પાછળની બે એકર જમીન ખુલ્લી રાખવામાં આવે છે, તેના ઉપર હળ પણ ફેરવવામાં આવતું નથી. મહાવીરસ્વામીના જન્મદિવસે અહીંના લોકો આ સ્થાન પર પૂજા કરતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી દિગંબર જૈન પંથીઓ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ દિવસ અહીં ઘણી ધામધૂમથી ઉજવે છે અને આ સ્થળે પૂજા વગેરે કરે છે. એક બુદ્ધ અનુશ્રુતિ અનુસાર વૈશાલી નગર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. પહેલા ભાગમાં ૭૦૦ સોનાના ગુંબજવાળા, બીજા મધ્યના ભાગમાં ૧૪૦૦૦ ચાંદીના ગુંબજવાળા અને ત્રીજા ભાગમાં ૨૧૦૦૦ તાંબાના ગુંબજવાળા મકાનો હતાં. આ મકાનોમાં અનુક્રમે ઉચ્ચ, મધ્યમ અને નિમ્નતર વર્ગના લોકો રહેતા હતા. SSSSSSSSSSSSSS ૧૫૦ SSS SS
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy