________________
મકાનોને ફરતી આઠ ફૂટ ઊંચી દિવાલ અને ધણી ઊંડી ખાઈ હશે તેમ માનવામાં આવે છે.
અહીં એક વિશાળ તળાવ છે જેને રાજ્યારોહણ તળાવ અર્થાત્ અભિષેક પુષ્કરણી કહે છે. તેનું જળ પવિત્ર મનાય છે અને રાજાઓના રાજ્યારોહણ વખતે અને સોગંદ વિધિ કરતી વખતે, આ તળાવનું પાણી વપરાતું. વળી, રાજાઓને ધાર્મિક વિધિથી સ્નાન કરાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જૈન દિગંબર પંથીઓની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનો જન્મ વૈશાલીમાં થયો હતો. આજે પણ તેમના જન્મદિવસે અભિષેક કરવા માટે આ તળાવમાંથી પાણી લાવવામાં આવે છે.
વૈશાલી સાથે ભગવાન બુધ્ધની પવિત્ર સ્મૃતિઓ જોડાયેલી છે. તેમને ઘણીવાર વૈશાલીને પાવન કર્યું હતું. વૈશાલીના સુંદર મઠો અને વિહારોમાં, ઘણો સમય વીતાવ્યો હતો, અને ઘણાં પ્રવચનો કર્યાં હતાં. આ પ્રવચનો ખાસ કરીને, આંબાવાડિયામાં કરવામાં આવતાં હતાં. આમાં દંતકથાત્મક બની ગયેલી લાવણ્યમયી ખૂબસૂરત નર્તિકા આમ્રપાલીનું પણ એક આંબાવિયું હતું. તે તેણીએ ભગવાન બુદ્ધને તેના ગુરૂ માનીને તેમના ધાર્મિક કામ માટે અર્પણ કર્યું હતું. ભગવાન બુદ્ધે તેમના જીવનનું આખરી પ્રવચન પણ અહીં વૈશાલીમાં જ કર્યું હતું. અને તેમાં તેમના નિર્વાણનો સમય આવી પહોંચ્યો છે તેવી આગાહી કરી હતી.
તેમના નિર્વાણ પછી લગભગ સો વર્ષે બુદ્ધ ધર્મની ચર્ચા સભા અર્થાત્ સંગતિ અહીં વૈશાલીમાં યોજાઈ હતી, જેમાં જ્યાં જ્યાં બુદ્ધધર્મ ફેલાયો હતો તે દેશના પ્રતિનિધિઓ આવ્યા હતા. તે જગાનું મહત્ત્વ સ્થાપિત કરવા સમ્રાટ અશોકે એ સ્થળે એક સ્તંભ બનાવ્યો છે. તેના પર પૂરા કદની સિંહની આકૃતિ છે. આ સ્તંભ હજી પણ મોજૂદ છે. ભગવાન બુદ્ધે તેમના જીવનની મુસાફરી અહીંથી ઉત્તર દિશામાં કરી હતી, એટલે સિંહનું મુખ ઉત્તર દિશા તરફનું રાખવામાં આવ્યું છે. સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ શબ્દો આજે પણ જોઈ શકાય છે. સ્તંભ રાતા રંગના રેતિયા પત્થરનો બનાવેલો છે. તેના ઉપરનું પૉલિશ આજે પણ અસલ હાલતમાં
૧૫૪