________________
મોટી સંખ્યામાં નાગ-નાગિણીઓની મૂર્તિઓ મળી આવી હતી. એટલે એવું અનુમાન કરવામાં આવે છે કે મનિયાર મઠ આજ સ્થળનું પ્રતીક છે. મનિયાર મઠથી ઉત્તર પશ્ચિમ જતી સડક વૈભાર પહાડ તરફ જાય છે. અહીં વૈભાર પહાડના દક્ષિણ ભાગમાં પત્થરને કાપીને બે ગુફાઓ બનાવામાં આવી છે. જે સોના ભંડાર ગુફાઓ તરીકે ઓળખાય છે. કિંવદંતી છે કે અહીં બિંબિસાર રાજાનો ખજાનો રાખવામાં આવતો હતો. ગુફાઓની અંદરની દીવાલોમાં અને આગળની દીવાલમાં કંઈક શબ્દો કોતરાયેલા છે પણ તે પૂરેપૂરા ઉકેલી શકાયા નથી. માત્ર આગળની દીવાલના ભાગના બે લીટીના શબ્દો વાંચી શકાયા છે. તે ત્રીજી કે ચોથી સદીમાં કોતરાયા હશે. તેના ઉપરથી આ ગુફાઓની તારીખ અને તેને બનાવવા માટેના હેતુનો ખ્યાલ આવે છે. તેમાં એમ કોતરવામાં આવ્યું છે કે મુનિશ્રેષ્ઠ મુનિ વૈરદેવે મોક્ષ મેળવવા માટે સાધુઓને યોગ્ય બે સારા શુકનવાળી ગુફાઓ બંધાવી હતી, જેમાં અરિહતોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. દક્ષિણની દીવાલ ઉપર અંદરના ભાગમાં જૈન તીર્થકરોની છે નાની પ્રતિમાઓ કોતરેલી છે. જે પદ્મપ્રભુ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની છે. શિલાલેખો પરથી એ સ્પષ્ટ થાય છે કે જૈન સાધુઓ દ્વારા આ ગુફાઓ ત્રીજી કે ચોથી સદીમાં બનાવી હશે. તેમાં જૈન તીર્થકરોની દિવાલ ઉપર કોતરેલી પ્રતિમાઓ પરથી તે જૈનધર્મીઓએ બનાવી હશે તે સ્પષ્ટ થાય છે. બીજી ગુફામાં પ્રતિમાની બેસણી આગળ બે બળદ, હાથી ઘોડા, અને વાંદરાઓની પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ પ્રથમ ચાર તીર્થકરો ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અને અભિનંદનના લાંછન યાને ઓળખ ચિહ્નવાળી પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ ઉપરોક્ત ચાર તીર્થકરોની હશે, તેમ સ્પષ્ટ થાય છે.
અહીંથી દોઢેક કિલોમીટરના અંતરે અખાડો અથવા જરાસંઘની રણભૂમિ તરીકે ઓળખાતું એક સ્થળ છે. તે સ્થળે ભીમ અને જરાસંઘની વચ્ચે દિવસો સુધી યુદ્ધ ચાલ્યું હતું અને આખરે ભીમે શ્રીકૃષ્ણની સૂચના મુજબ જરાસંઘને જાંઘથી પકડી તેના શરીરના બે ભાગ કરીને તેને મરણ શરણ કર્યો હતો,
GSSSSS ૧૪૭ NNNNSS