________________
પર ચાર દિગમ્બર અને એક શ્વેતાંબર મંદિર છે. રત્નગિરિ પર્વત પર એક શ્વેતાંબર ચૌમુખી મંદિર છે જેમાં શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વાસુપૂજ્યજી તથા શ્રી નેમિનાથજીનાં પગલાંઓ છે. આ ઉપરાંત એક પ્રાચીન તથા બે નવા દિગમ્બર મંદિરો છે. ઉદયગિરિ પર્વત પર એક શ્વેતાંબર મંદિર અને ત્રણ દિગમ્બર મંદિરો છે. સ્વર્ણગિરિ પર્વત પર એક શ્વેતાંબર અને બે દિગમ્બર મંદિર છે. અને વૈભારગિરિ પર્વત પર પાંચ શ્વેતાંબર મંદિરો અને એક દિગમ્બર મંદિર છે.
ભગવાન બુદ્ધના સમયમાં અહીં સુગંધિત વાંસનું એક વન હતું જેને વેણુવન કહેવામાં આવે છે. રાજ બિબિસારે આ વન ભગવાન બુદ્ધને સમર્પિત કર્યું હતું. ભગવાન બુદ્ધે તેમના પરમ શિષ્ય સારિપુત્ર અને મહામોગ્દલાયનને અહીંજ દીક્ષા આપી હતી. બિહાર સરકારના વનવિભાગ દ્વારા આ સ્થળો સંરક્ષિત છે. પર્યટકો માટે આ એક સુરમ્ય સ્થળ છે. વેણુવનની વચમાં એક તળાવ હતું. ભગવાન બુદ્ધ આ જ તળાવમાં સ્નાન કરતા હતા. સારિપુત્ર અને મહામોગ્દલાયનનાં અસ્થિ અવશેષો સૌથી પહેલાં અહીંજ એકત્ર કરવામાં આવેલાં એવો ઉલ્લેખ છે.
પુરાવક્વવેત્તાઓએ ઘણાં સ્મારકો શોધી કાઢ્યાં છે. તેમાં પ્રાચીન રાજગૃહીના પહાડોની ચોટીઓ ઉપર બાંધેલ, એકતાલીસથી ઓગણપચાસ કિલોમીટરની લંબાઈની પત્થરની બનાવેલ, સાઈક લોપિઅન દિવાલ છે. તેમાં વાપરેલા પત્થરો ત્રણથી પાંચ ફૂટ લાંબા હતા, અને તેને સારી રીતે કાપીને જોડવામાં આવ્યા હતા. તેના બહારના ભાગમાં ગુમ્બજો બનાવવામાં આવ્યા હતા. આજે તેનાં ખંડિયરો કોઈ કોઈ સ્થળે મળી આવે છે. આ ઉપરાંત નવીન રાજગીર ઉપર અજાતશત્રુએ એક કોટ બાંધ્યો હતો. આ કિલ્લાની દીવાલ, પંદરથી અઢાર ફૂટ જેટલી ઊંચી છે, કોઈક જગાએ અગિયાર ફૂટ જેટલી ઊંચી છે. આ કિલ્લાની દીવાલ હજી સારી હાલતમાં છે.
જૈન ઈતિહાસમાં રાણી ચેલના અને શાલિભદ્રનો જે નિર્વાણ કૂપ કહેવાતો, તે આજે મનિયાર મઠ તરીકે ઓળખાય છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે રાજગૃહ મનિનાગનું પવિત્ર ધામ હતું. અહીં ખોદકામ કરતાં
.........IN 985 M