________________
બુદ્ધે પણ અહીંની એક ગૃધા અને ગૃધકુટ (ગીધોની ચોટી) તરીકે જાણીતી થયેલ ટેકરી ઉપર બેસીને વર્ષો સુધી ધ્યાન ધરીને ઉપદેશ આપ્યો હતો. તેમના અતિજાણીતા ઉપદેશો તેમને અહીંથી આપ્યા હતા અને મગધના રાજા બિંબિસારને અને બીજા હજારોને તેમના અનુયાયી થવા પ્રેરણા આપી હતી. આમ રાજગૃહી ભગવાન બુદ્ધનું પ્રધાન કેન્દ્ર હતું. એમના જીવનની અનેક ઘટનાઓ આ સ્થળ સાથે વણાઈ ગઈ છે. એમણે નગરના અલગ અલગ સ્થળોએ નિવાસ કર્યો હતો. તેઓ રાજગૃહીના અને તેના આગળ પાછળના પ્રાકૃતિક સૌન્દર્યથી પ્રભાવિત થયા હતા. તેનું સુંદર વર્ણન કર્યું છે જે આજે પાલી ભાષાના બુદ્ધધર્મના પુસ્તકોમાં મળી આવે છે. તેમને કહ્યું હતું કે "રાજગૃહ રમણીય છે. ગૃકુટ મનોહર છે. ગૌતમ-ન્યગ્રોધ રમ્ય છે.
ચૈ૨-પ્રતાપ રમ્ય છે. વૈભારગિરિની સપ્તપર્ણી ગુફા રમ્ય છે.
ઋષિગિરિની કાલશિલા રમ્ય છે. શીતવનમાં આવેલ સર્પ શૌડિક - પ્રારભાર રમ્ય છે, તપોધામ રમણીય છે. વેણુવનનું કલન્દક સરોવર રમ્ય છે. જીવકનું આમ્રવન પણ રમ્ય અને સુંદર છે. હરણાનું મૃગવન વિહારસ્થાન મનમોહક છે.”
બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુએ તેમના અવશેષો લાવીને, તેને વિધિપૂર્વક પ્રસ્થાપિત કરી અહીં એક સ્તૂપ બંધાવ્યો. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી થોડા સમય બાદ, બૌદ્ધ સાધુઓએ ભગવાન બુદ્ધના ઉપદેશો અને પ્રવચનોને સંગ્રહિત કરવા માટે એક સભા બોલાવવાનો નિર્ણય કર્યો ત્યારે અજાતશત્રુએ સપ્તપર્ણી ગુફામાં એક વિશાળ મંડપનું નિર્માણ કરાવીને સભા ભરવા માટે વ્યવસ્થા કરી આપીને એમનું સ્વાગત કર્યું હતું.
ચીની મુસાફર ફા-હયાન પાંચમી સદીમાં હિંદમાં આવ્યો હતો ત્યારે આ સ્થળ નિર્જન હતું. તેના લખવા મુજબ ટેકરીઓના બહારના ભાગમાં વેણુવનમાં આવેલ વિહારોમાં થોડાક સાધુઓ રહેતા હતા.
ત્યારબાદ સાતમી સદીના મધ્યભાગમાં ચીની મુસાફર
૧૪૩