________________
રાજગિરિ : રાજગૃહી તીર્થ
આજનું રાજગિરિ એ પ્રાચીનકાળની રાજગૃહી નગરી. રાજિગિર એ સંસ્કૃત શબ્દ રાજગૃહ અર્થાત્ રાજાશાહી આવાસનું સ્થળ તે ઉપરથી અપભ્રંશ બનેલો શબ્દ છે. એક સમયે તે શક્તિશાળી મગધ રાજ્યની રાજધાની હતી. ગાઢી લીલોતરીવાળી પાંચ પહાડીઓની વચમાં તે વસેલી હતી. ત્યારે તેને ફરતો ચાલીસ કિલોમીટરનો કિલ્લો હતો. પ્રાચીનકાળમાં તેનાં વસુમતિ, બૃહદ્ઘપુર, ગિરિવ્રજ, કુશાગ્રપુર વગેરે નામો હતાં. આજે તે બુદ્ધો, જૈનો, હિન્દુઓ અને મુસ્લિમોની યાત્રાનું પવિત્ર સ્થળ છે.
આ શહેર બ્રહ્માના ચોથા પુત્ર વસુ દ્વારા વસાવવામાં આવ્યું હતું એવી દંત કથા છે. રામાયણમાં પણ વસ્તુમતિનો ઉલ્લેખ આવે છે. બીજું નામ બૃહદ્રથપુર. તેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં આવે છે. રાજા જરાસંધના પૂર્વજો અને એજ વંશના રાજા બૃહદ્રથના નામ ઉપરથી તે નામ પડ્યું હશે. ગિરિવ્રજ નામ તે ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલું હતું તેના ઉપરથી પડ્યું હશે અને કુશાગ્રનામ બૃહદ્રથના ઉત્તરાધિકારી રાજા કુશાગ્રના નામ ઉપરથી અગર આગળ પાછળના પ્રદેશમાં ખુશ્બદાર ઘાસ ઉગતું હતું તે કારણે પડ્યું હશે.
મહાભારતના પર્વમાં તેનાં જુદાં જુદાં નામ આવે છે. આમ રાજગર એ પંચપવર્તવાળું પાવન અને પ્રાચીનતમ સ્થળ છે. પ્રાગઐતિહાસિક પાષાણ યુગથી માંડીને ઐતિહાસિક કાળ પછી, સદીઓ સુધી તે મગધ દેશની રાજધાની હતી. જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ અને પ્રચાર અહીંથી જ શરૂ થયો હતો. અહીં પ્રાચીનતાનો ઈતિહાસ જૈનોના વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીના સમયથી શરૂ થાય છે. જૈન ધર્મીઓનો રાજગૃહ જોડેનો સંબંધ મહાવીર સ્વામી પહેલાના સમયથી રહ્યો છે. મુનિસુવ્રત સ્વામી રામાયણના કાળમાં થઈ ગયા. તેમનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન એ ચાર કલ્યાણક અહીં થયાં હતાં. તેમના પિતાનું નામ સુમિત્ર હતું. તેઓ હરિવંશી હતા. આજ વંશમાં અનેક રાજાઓ પછી બ્રહદ્રથ
૧૩૯