________________
પાવાપુરી કહેવામાં આવ્યું.
અહિંથી થોડે દૂર ગામની અંદર જ્યાં તેઓ નિર્વાણ પામ્યા હતા ત્યાં આરસપહાણના પત્થરનું એક મંદિર છે પણ તેની છત સિમેન્ટની છે. છતની ડીઝાઈન યાને રૂપરેખા આબુના દેલવાડાના મંદિરમાં બનાવેલ કમળના આકારની છે.
મંદિરના ગર્ભગૃહના મધ્ય ભાગમાં મહાવીર સ્વામીની પ્રતિમા છે અને તે પ્રતિમાની એક બાજુ જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવની અને બીજી બાજુ જૈનોના સોળમા તીર્થંકર શાન્તિનાથજીની પ્રતિમા છે. ગર્ભગૃહની વચમાં જ્યાં તેઓ નિર્વાણ પામ્યા હતા ત્યાં એક કાળો પત્થર છે. એમ કહેવાય છે કે આ સ્થળે તે સમયે રાજા હસ્તિપાલની રજુગ શાળા હતી જ્યાં મહાવીર સ્વામી ચાતુર્માસ રહ્યા હતા. ગર્ભગૃહની બહાર બે બાજુએ ભૈરવની મૂર્તિઓ છે.
મહાવીર સ્વામીના નિર્વાણ મંદિર અને જળમંદિરથી થોડા વધુ અંતરે જ્યાં તેમને છેલ્લી દેશના અર્થાતુ ઉપદેશ આપ્યો હતો તે સ્થળ આવેલું છે. આ સ્થળ ઉપર આરસપહાણના પત્થરનું એક સુંદર સમવસરણ યાને વ્યાખાન સભામંડપ બાંધવામાં આવ્યું છે. સમવસરણનું સ્થાપત્ય બેનમૂન છે. તેની શિલ્પકળા પણ એટલી જ બેનમૂન છે. એમાં ત્રણ માળ છે. ઉપર જવા માટે પગથિયાં છે. આ સમવસરણ દૂરથી જોતાં અતિ સુંદર અને આકર્ષક લાગે છે. સમવસરણના પાછલા ભાગમાં મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધને એક નાનું સ્થાનક બાંધ્યું હતું જે હજી મોજૂદ છે. શ્વેતાંબર પંથની માન્યતા મુજબ એમ માનવામાં આવે છે કે ઈન્દ્રભૂતિ જે પાછળથી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા, તેમનો મહાવીર સ્વામી સાથે પ્રથમ મેળાપ અહિં થયો હતો.
સમવસરણની સામે આરસપહાણના પત્થરનું એક મંદિર બાંધવામાં આવ્યું છે. સમવસરણની આગળ મંડપના ભાગમાં આરસના સ્તંભો છે તેની ઉપર છત બાંધવાની હજી બાકી છે.
SSSSS ૧૩૪ SSSSS