________________
બિહાર
બિહાર જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન છે એટલું જ નહિ પણ બિહારમાં જૈનોના ઘણાં મોટાં અને જાણીતાં તીર્થ સ્થાનો પણ છે. એમાં સમેતશિખર, પાવાપુરી, રાજગિરિ અને વૈશાલી ઉપરાંત ક્ષત્રિય કુંડ, જુબાલિકા, ગુણાયાજી, કુષ્ઠલપુર, કાકન્દી, ચંપાપુરી અને પાટલીપુત્રયાને પટણા વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય. એ બધાંયે તીર્થસ્થાનો સાથે તીર્થકરો, ગણધરો અને જૈનોના મહાન આચાર્યોની સ્મૃતિઓ જોડાયેલી છે.
આમ, બિહાર એ ખરેખર જૈનોનો પવિત્ર પાવનકારી યાત્રા પ્રદેશ છે. શ્વેતાંબર પંથીઓની માન્યતા મુજબ સમેતશિખર યાને પાર્શ્વનાથ પર્વત પર જૈનોના પાછલી ચોવીસીના તેમજ વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો અને અનેક સાધુઓ મોક્ષે સિધાવ્યા છે. સમેતશિખર ઉપર પાર્શ્વનાથનું મંદિર અને વીસ તીર્થંકરોની ટૂંકો છે. વળી, બિહાર એ ત્રણ તીર્થકરો, નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ, બારમા તીર્થંકર વાસુપૂજ્ય અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ છે. શ્વેતાંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન શ્રી સુવિધિનાથનાં પાંચે કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ બિહારમાં થયાં હતાં. તેમાં પ્રથમ ચાર કલ્યાણક બિહારમાં આવેલ કાકન્દીમાં અને પાંચમું કલ્યાણક સમેતશિખરમાં થયું
જ્યાંથી તે મોક્ષે સિધાવ્યા હતા. બારમા તીર્થંકર ભગવાન વાસુપૂજ્યના પાંચે કલ્યાણક બિહારમાં આવેલ ભાગલપુર સ્ટેશન નજીક ગંગાનદી કિનારે ચંપાનાળા જેને ચંપાનગર યા ચંપાપુરી કહે છે
ત્યાં થયાં હતાં. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનાં પાંચે કલ્યાણક પણ બિહારમાં થયાં હતાં. શ્વેતાંબર પંથના જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનાં ત્રણ કલ્યાણક - ચ્યવન, જન્મ અને દીક્ષા ક્ષત્રિય કુંડમાં થયાં હતાં, જ્યારે કેવળજ્ઞાન ઋજુબાલિકા નદીને