________________
દેખાતી. બાળકોની નગ્નતાની જેમ તેમાં કશું જ અઘટિત નથી લાગતું, કોઈ વિકૃત ભાવ પેદા થતો નથી.
"Naked have we come and Naked Shall we go"
નગ્ન જન્મ્યા છીએ અને નગ્ન અવસ્થામાં આ ફાની દુનિયા છોડીને જવાનું છે એ કુદ૨તી ભાવ આ નગ્ન મૂર્તિ જોતા પેદા થાય છે.
એક વાત નથી સમજાતી તે કે આ તો બાહુબલિજીની તપશ્ચર્યા કરતી મૂર્તિ છે. તેમનું શરીર સૌષ્ઠવ અસલ હાલતમાં હોય તેમ બતાવવામાં આવ્યું છે. ઉગ્ર તપસ્યાના પરિણામ સ્વરૂપ તો શરીર કૃશ થયેલું હોય. શરીરના હાડકાં દેખાતાં હોય પણ અહિં તો ઉગ્ર તપશ્ચર્યા કરતી મૂર્તિનું શરીર તંદુરસ્ત પૂરેપૂરા શરીર સ્વાસ્થ્યવાળું બતાવવામાં આવ્યું છે તે વિરોધાભાસ ઊભો કરે છે.
તેના ઘડતરમાં શિલ્પીએ અદ્ભૂત સપ્રમાણતા જાળવી છે. તેમનું સુડોળ વદન, તેમની વિશાળ છાતી, આજાનબાહુ, ગરદન, મસ્તક, પગની પાનીઓ, લાંબી અંગુલિઓ, લાંબા હોઠ અને જનનેદ્રિય વગેરેમાં ક્યાંય ત્રુટિ નથી લાગતી. આ પ્રતિમા વિરાટ છે છતાં મનોરમ્ય લાગે છે.
હજાર વર્ષ પહેલાં ૧૦૩૯ની સાલમાં જ્યારે ચામુંડરાયે આ મૂર્તિનો અભિષેક કરવાનું નક્કી કર્યું ત્યારે ગુલ્લકાયજી યાને રીંગણાબાઈ નામની એક ભરવાડણ ડોશી નાળિયેરની એક કાચલીમાં અભિષેક કરવા માટે ગાયનું થોડું દૂધ લઈને આવતી હતી. ડોશીને એટલી બધી શ્રદ્ધા હતી કે તે કાચલીમાં લાવેલ દૂધ દ્વારા અભિષેક કરવા માગતી હતી. દિવસો સુધી તે રોજ કાચલીમાં ગાયનું તાજું દૂધ લઈને આવતી અને તેને અભિષેક કરવા દેવા માટે લોકોને વિનંતી કરતી પણ તેનું કોણ સાંભળે ? એવી કહેતી છે કે અભિષેક માટે મૂર્તિના માથા પર દૂધના ઘડાને ઘડા રેડાતા જાય પણ તે મૂર્તિની કેડ સુધી પહોંચે નહિ. રીંગણાબાઈની ભક્તિના જાણકાર લોકોએ રીંગણાબાઈને તેના કાચલીના દૂધથી
૧૧૪