________________
વેલબુટ્ટાની કારીગીરીથી આ તોરણ અતિસુંદર લાગે છે. મંદિરના મુખ્ય દ્વારા આગળ અને સભામંડપમાં પ્રવેશ કરતાં આવાં જ તોરણો છે. આ મંદિર બાવન જિનાલય મંદિર છે. આ બધી દેવકુલિકાઓમાં ઉત્કૃષ્ટ પ્રકારની મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંદિરમાં એક પંચઘડી મૂર્તિ છે. એક મોઢા અને પાંચ ધડવાળી મૂર્તિને ગમે તે બાજુએથી જોઈએ તો મૂર્તિનું મુખ જોનારની સામે જ રહે છે. અહિં મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સિવાય નગ્ન અને મૈથુનરત આકૃતિવાળી મૂર્તિઓ પણ છે. જૈન મંદિરમાં આ પ્રકારની મૂર્તિઓનું અસ્તિત્ત્વ કંઈ આશ્ચર્યજનક લાગે છે, પણ તે ધણીજ કલાત્મક છે. તે જોઈને કામોત્તેજના થતી નથી, પણ કલાત્મક આનંદની અનુભૂતિ થાય છે.
આ બાવન જિનાલય મંદિરની પ્રદક્ષિણા કરીને યાત્રાળુ શ્રી ૠષભદેવના મંદિરના પ્રવેશદ્વારની બહાર આવે છે. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મંદિર પણ ઉત્કૃષ્ટ પ્રકારનું છે. ત્રીજુ મંદિર, જૈનોના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથજીનું છે. આ મંદિરના સભામંડપની છતમાં આગળના સ્તંભો ઉપર જુદા જુદા પ્રકારનું નૃત્ય કરી રહેલી ઉત્તમ પ્રકારના શિલ્પની નૃત્યાંગનાઓની આકૃતિઓ છે. આ મંદિરમાં સુંદર કલાત્મક નવ તોરણો છે. આથી આ મંદિરને નવ તોરણવાળું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં એક ટનલ (બુગદું) છે. જે દ્વારા જ્યાં પુસ્તકોનો ભંડાર રાખવામાં આવે છે ત્યાં જઈ શકાય છે. એમ કહેવાય છે કે આ ટનલ (બોગદું) સોળ કિલોમીટરના અંતરે આવેલા લોદુરવા યાને લોધ્રુવા સુધી જાય છે.
,
આ મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથજી તથા અન્ય તીર્થંકરોની મૂર્તિઓ છે. મંદિરના સભામંડપમાં એક આકર્ષક ગુંબજ છે. છતના મધ્યભાગમાં આબુના દેલવાડાનાં મંદિરમાં બનાવેલા લટકતાં કમળના લોલક જેવાં લોલક છે. તેની આસપાસ ગોળાકારે બાર અપ્સરાઓ છે તેમાં કોતરવામાં આવેલ અભિનય, અંગમરોડ વગેરે જોતાં તે જીવંત અપ્સરાઓ હોય તેવો ખ્યાલ આવે છે. શ્રી સંભવનાથજીના મંદિરની જમણી બાજુએ શ્રી શાંતિનાથજીનું પ્રવેશદ્વાર આવે છે. આ મંદિરના
૯૭