________________
વગેરેનાં સુંદર દ્રશ્યો ખડાં કરવામાં આવ્યાં છે.
વિશિષ્ટ પ્રકારના કોતરકામવાળી હવેલીઓ હોવાના કારણે જેસલમેર હવેલીઓના શહેર તરીકે જાણીતું છે. પત્થરમાંથી કોતરી કાઢવામાં આવેલી આડભીંતો, કોતરકામવાળા ઝરૂખાઓ અને ગુંબજે, સોનેરી રંગથી ચીતરવામાં આવેલાં ભીંતચિત્રો, રંગીન પત્થર અને છીપલાં તેમજ શંખલામાં કરવામાં આવેલું ચિત્રકામ સહેલાણીઓને પ્રભાવિત કરે છે, ચિત્રકામ એટલું સુંદર અને આકર્ષક છે કે આખી હવેલીઓ જાણે એક પત્થરમાંથી ન બની હોય તેવો ખ્યાલ આપે છે.
સુંદર કોતરકામવાળા સ્તંભો, એવી જ સુંદર કોતરકામવાળી કમાનોને આધાર આપીને એકની ઉપર-એક, એમ માળો બાંધેલા છે અને આ હવેલીઓ રસ્તાની બન્ને બાજુએ હોઈને એક વિલક્ષણ પ્રકારનું દ્રશ્ય ખડું કરે છે. આ હવેલીઓમાં મોટામાં મોટી હવેલી પાંચ માળની છે.
આવી જ એક હવેલી નથમલજીની હવેલીના નામે જાણીતી છે. આ હવેલીમાં પત્થરમાં એક પ્રકારનું નાજુક ભરતકામ કર્યું હોય તેવો ભાવ પેદા કરે છે અને પત્થરનું કોતરકામ પરિપૂર્ણતાએ પહોંચ્યું હોય તેવો ખ્યાલ આપે છે. આ હવેલીની વિશિષ્ટતા એ છે કે તેને બે મુસ્લિમ સલાટ ભાઈઓએ બાંધી હતી. બન્નેએ એક એક બાજુથી બાંધવાની શરૂઆત કરી હતી પણ મહત્ત્વની હકીકત એ છે કે બન્નેનું કોતરકામ એક બીજાથી ભિન્ન છે.
જેસલમેર તેની આગવી અને વિશિષ્ટ કળા માટે પ્રસિદ્ધ છે. શિલ્પીઓએ પત્થરના એકે એક ભાગ પર કોતરકામ દ્વારા તેમની કલાને પ્રદર્શિત કરી છે. વળી, ભારતમાં જેસલમેર એક જ એવું સ્થળ છે જ્યાં માત્ર મંદિરોમાં, હવેલીઓમાં અને મહેલોમાં જ નહિ પણ લગભગ દરેક ઘરના છામાં અને ઝરૂખાઓમાં શિલ્પકળા દ્વારા સુંદર કોતરકામના નમૂનાઓ મળે છે. અહિનો પીળો પત્થર સખત હોવા છતાં, શિલ્પીઓએ તેમના કલા કૌશલ્ય દ્વારા તેમાં સુંદર કોતરકામ કર્યું છે.
SSSSSSS ૯૪ N