SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છાપવામાં આવેલી તસવીરોની પોઝીટીવ બનાવી આપવા માટે ભાઈ મોહનસેનનો આભારી છું. કોબા જૈન સંશોધન સંસ્થાના પ્રેરક મુનિવર આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજીએ “દો શબ્દ' લખીને આ પુસ્તકને તેમના આર્શીવચનથી નવાજ્યું છે તેમને હું વંદન કરું છું. | ગુજરાતના ભારતખ્યાત લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને જૈન ધર્મના મર્મજ્ઞ પદ્મશ્રી ગુલાબદાસ બ્રોકરે આ પુસ્તકનો ઉપોદ્યાત લખી આપવાની મારી વિનંતી સ્વીકારી અને તે લખી આપ્યો તે બદલ હું તેમનો કૃતજ્ઞતાપૂર્વક અંતઃકરણથી આભાર માનું છું. અત્યાર સુધી પ્રગટ થયેલા મારાં બધાં જ પુસ્તકોની હસ્તપ્રતથી માંડીને, તેના પ્રકાશન કાર્યની પૂર્ણાહુતિ સુધી મને હમેશાં સાથ-સહકાર આપનાર, મારાં પત્ની ડૉ. સુલોચનાબહેન શાહનાં બહુમૂલ્ય યોગદાનના ઉલ્લેખ વિના આ ઋણ સ્વીકાર અધૂરો લાગે એટલે તેમની જહેમત અને મહેનતની ઊંડી કદર અને નોંધ સાથે વિરમું છું. મારી - મણિભાઈ ગિ. શાહ
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy