________________
6. પાંચમી દીપક પૂજા ?
ગભારાની જમણી બાજુ ઊભા રહી પ્રભુ સન્મુખ દીપક પૂજા કરે. દીપક પૂજાને દુઃ
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક ભાવ પ્રદીપ પ્રગટ હવે, ભાષિત કલેક
ભાવનાઃ હે પ્રભો ! આપની દીપક પૂજા કરવાથી મારા અંતરનો અજ્ઞાનનો અંધકાર દૂર થાઓ અને જ્ઞાનરૂપી દિપક પ્રગટ થાઓ ! 6. છઠ્ઠી અક્ષત પૂજા
સુંદર થાળમાં વણેલા અખંડ ચેખા ભરીને પહેલા પ્રભુ સન્મુખ ઊભું રહે.
ત્યાર બાદ પાટલા ઉપર અથવા થાળામાં નન્દાવર્ત અથવા નીચે બતાવ્યા પ્રમાણે પ્રથમ સાથી કાઢે, સાથિયાના ઉપરના ભાગમાં ચેખાની ત્રણ ઢગલીઓ કરે, તેના ઉપરના ભાગમાં ચેખાથી અર્ધચન્દ્રાકાર કાઢી તેના મધ્યભાગમાં ઉપર ચાખાની સીધી લાઈન કરે.
૩ – સિદ્ધશિલા જ્ઞાન-દર્શન ચારિત્ર ૦ ૦ ૦
દેવગતિ , મનુષ્યગતિ
નરકગતિ કે તિર્યંચગતિ અક્ષત પૂજાને દુહે :
શુદ્ધ અખંડ અક્ષતગ્રહી, નંદાવર્ત વિશાલ ! પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળી સકલ જંજાળ છે