________________
તેમ જ પિતાની ત્રણ પુત્રીઓ કુસુમબેન, શાંતાબેન, સરોજબેન અને એમના બાળકોને દરેકને ધર્મના સંસ્કાર કેમ વધુને વધુ પડે એ માટે એમની મહેનત સતત ચાલુ રહેતી.
બીજી બાજુ પુત્રવધુ શ્રી તારાબેન પણ ઘરેથી વારસામાં ધર્મના સંસ્કાર લઈ આવેલ એટલે ઘરનું વાતાવરણ ધર્મમય બને એમાં એ પણ ખૂબ રાજી થતાં.
– પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા બાદ ૩૮ વર્ષની ઉંમરે જ પૂજ્ય પિતાશ્રીએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ અને કાયમ માટે રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરેલ.
– ધર્મમય અને નિવૃત્ત જીવન જીવવાની આંતરિક લ ગણીને પૂર્ણ કરવા તેઓએ સિદ્ધગિરિની છત્રછાયામાં બે ચાતુર્માસ કરેલ.
– પાવનતીર્થશીશંખેશ્વરમાં નવપદ આરાધક સમાજ તરફથી આદેશ મેળવી સામુહિક ઓળીનું આરાધન કરાવી ઉદાર હાથે ધનની સવ્યય કરેલ.
– છેલ્લા દસ વર્ષથી એમનાં અંતરમાં એક જ રટણા રતી હતી જ્યારે ગુરુમહારાજના દર્શન તથા એમની નિશ્રામાં ધર્મમય જીવન જીવવાનો મોકો મળે” !
– અમારા સહુના જીવનમાં ધર્મની જ્યોત જગાવનાર અને અમને સહુને પરમગુરૂદેવશ્રીને ભેટ કરાવી આપનાર પૂજ્ય પિતાશ્રીને ઉપકાર આંખ સામે આવતાં સહેજે એમના ચરણોમાં માથું ઝૂકી જાય છે.
પણ, સંસારના નિત્યનિયમ પ્રમાણે આજ સુધી સંસારમાં સદાય રહેવાનો અમરપટ્ટો લખાવીને કોઈ આવ્યું નથી. જેને જન્મ એનું મરણ નિયત જ છે. પૂજ્ય ઉપકારી પિતાશ્રીના ઉપકારને આંશિક બદલો પણ વાળીયે એ પહેલાં તે સંસારના આ સનાતન નિયમ મુજબ
30