________________
પચ્ચખાણનું ફળ
સવારના ઓછામાં ઓછું નવકારશીનું અને સાંજના ચેવિહારનું પચ્ચકખાણ કરનાર પ્રાયઃ તિર્યંચ કે નરકગતિમાં જતો નથી. નવકારશી આદિ પચ્ચકખાણ કરનાર કેટલો લાભ મેળવે છે એ પણ જાણવા જેવું છે.
– નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખ સહન કરી સો વર્ષમાં જેટલા કર્મ અપાવે છે તેટલા કમે માત્ર નવકારશીનું પચ્ચકખાણ કરનારે ખપાવે છે.
- પોરસિથી એક હજાર વર્ષના, સાઢપરસિથી દસ હજાર વર્ષના, પરિમૂઢથી એક લાખ વર્ષના, એકાસણુથી દસ લાખ વર્ષના, નિવીથી એક કરોડ વર્ષના, એકલઠાણુથી [માત્ર હાથ મેં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ અને ઠામ ચોવિહાર કરવો જોઈએદસ કરોડ વર્ષના, એકલદત્તથી સો કરોડ વર્ષના, આયંબિલથી એક હજાર કરોડ વર્ષના, ઉપવાસથી દસ હજાર કરેડ વર્ષના, આમ એક એક ઉપવાસની વૃદ્ધિએ દસ ગણું વર્ષે વધારતાં જવા-આટલા વર્ષના દુઓ ભેગવી નારકી અકામ નિર્જરાથી જે કર્મ ખપાવે તે, શ્રાવક ઉપરના પચ્ચકખાણ કરવા માત્રથી ખપાવે છે.
માટે નવકારશી, પિરસ, આયંબિલ, એકાસણું, ઉપવાસ આદિ પચ્ચખાણ શ્રાવકે અવશ્ય કરવા જોઈએ.
વિશેષમાં મુસિ–ગંઠસી અને વેઢમી આદિ પચ્ચકખાણ પણ શ્રાવક માટે બહુ ઉપયોગી અને બહુફળ આપનારા છે.
200