________________
આમ આહાર બધી લેવામાં આ વાત છે
ફળ : આ નિયમથી દિશા પરિમાણ વ્રતમાં જે હદ છૂટી હોય તેને સંકેચ થઈ જાય છે. આથી દિશા પરિમાણ વ્રતમાં જે લાભ છે. તે લાભ આ વ્રતમાં વિશેષ રૂપે થાય છે. વિશેષમાં સાધુજીવન જીવવાની કલા હસ્તગત થાય છે. પરિણામે ચારિત્રમોહનકર્મને શોપશમ થવાના પરિણામે સર્વવિરતિ પણ પ્રાપ્ત થાય છે. 11. પૌષધવત :
આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સર્વ પાપ વ્યાપારો, એ ચારનો ત્યાગ તે પૌષધવત. આ વ્રત દિવસ પૂરતું કે દિવસ-રાત્રિ સંબંધી લેવામાં આવે છે. ચાર પ્રકારના ત્યાગમાં આહાર સિવાયના ત્રણને ત્યાગ સર્વથા કરવામાં આવે છે જ્યારે આહારને ત્યાગ સર્વથા અથવા શકિતના અભાવે દેશથી – અંશે) પણ કરવામાં આવે છે. જે વિહાર ઉપવાસ કરવામાં આવે તો આહારને સર્વથા અને તિવિહાર ઉપવાસ કે આયંબિલ આદિ કરવામાં આવે તો દેશથી–અંશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે આઠમ આદિ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ લેવું જોઈએ. દરેક પર્વતિથિએ પૌષધ ન થાય તે વર્ષમાં અમુક પ-૧૦- ૨૦ પૌષધ કરવા એ નિયમ કરવો જોઈએ.
ફળ : આ વ્રતથી સાધુધર્મને અભ્યાસ થાય છે. કચ્છ સહન કરવાની શક્તિ આવે છે. શરીરનો મમત્વભાવ ઘટે છે. બાહ્ય સંસારના સંબંધથી મુક્ત બનવાના પરિણામે સાચી આત્મિક શાંતિનો અનુભવ થાય છે. આત્મરમતા વધે છે; રાગાદિ અત્યંતર શત્રુઓ મંદ પડે છે.
139