________________
10. દેશવિગાસિક વ્રત
છઠ્ઠા દિશાપરિમાણ વ્રતમાં જવાની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાયોગ્ય અમુક દેશને (- ભાગનો) સંક્ષેપ કરે તે દેશાવગાસિક. દા. ત. દરેક દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું એમ છ વ્રતમાં નિયમ છે, તે આ વ્રતમાં દરરોજ ૧૦૦ માઈલ, ૨૦૦ માઈલ, એમ જેટલું જેટલું જવાની જરૂર હોય, સંભાવના હૈય, તેટલે જ દેશ છુટે રાખી બાકીનાને નિયમ કરે અર્થાત્ હજારમાંથી પણ ૧૦૦, ૨૦૦, માઈલ વગેરે સંખ્યા નકકી કરી બાકીના માઈલને ત્યાગ કરે.
આ વ્રતમાં દિશા પરિમાણ વ્રતના સંક્ષેપની જેમ પાંચ આણુવ્રત, ભેગે પગપરિમાણ અને અનર્થદંડવિરતિ એ સાત વન પણ સંક્ષેપ કરવાનું વિધાન છે, આથી ભોગપભેગપરિમાણ વ્રતમાં ધારેલા ચૌદ નિયમને પણ યથાશક્ય સંક્ષેપ કરવો જોઈએ.
વર્તમાન કાળે આ વ્રતમાં ઓછામાં ઓછા એકાસણાના તપ સાથે ૧૦ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર-સાંજ પ્રતિક્રમણના બે અને બીજા આઠ એમ દશ સામાયિક થાય છે. આથી આ વ્રત ગ્રહણ કરતી વખતે “હું વર્ષમાં અમુક (પાંચ-દશ....) દેશાવગાસિક કરીશ” એ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાસિક થાય છે. આથી નિયમમાં જેટલા દેશાવગાસિક ધાર્યા હોય તેટલા દિવસ, પૂર્વે કહ્યું તેમ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે.
138