________________
દવા વડા થવા. ]
ર. ( પ્રાણને. ) મૃત્યુ પામવું; જીવ જવે. ૩. ઘેર. ) અંધારૂં થવું; અસ્તેાવ્યસ્ત થવું. ૪. નિર્વંશ થવા.
દિવા વડા થવા, આલાઈ જવા. દિશાએ જવું, ઝાડે કરવા જવું. દી ઉઠવા-વા, જીએ દહાડા ઉડવા.
**
વારૂ બાપુજી ? જો એમ હોય તેા કેના દી રૂઢયા છે કે આવું કરે?
તપાખ્યાન.
દી વાળવા, દી ઉજાળવા; કીર્તિ મળે એમ કરવું; સત્કર્મ કરવું કે જેથી કીર્તિ મળે. દીઠું પડવું, આબરૂ જવી. કેાઈ જરૂરના માણુસની ગેરહાજરીને લીધે કામ અટકી પડ વું અથવા તેની ખેાટ પડવી.
..
“માણસની પડતી આવી અને આવે વખતે સેનાપિત થનાર કોઈ ન મળે ! મારા ધણનું દીઠું પડે, માટે મારેંજ જવું. ” ૩. ની જાની વાર્તા. દીસતા રહ્યા, ભલે નજરે પડતા દૂર રહે —ટલે—જતા રહે. એમ બેદરકારીમાં ખેલાય છે.
( ૧૨૫ )
દુ:ખડાં લેવાં, આવારણાં લેવાં; સામા માજીસના માથા તરફ પોતાના હાથ લઈ જઈ તે હાથ પાછા પેાતાના લમણા સાથે દાબી ઢાચકા ખેલાવી ઈચ્છવું, કે તારા દુ:ખ
ભાગેા. આવી રીતે બાયડીઓમાં માન આપવાની રીત છે.
દુ:ખનાં ઝાડ ઉગવાં, (માથે ) પુષ્કળ દુઃખ આવી પડવું.
માબાપે મને બાળપણામાં, બહુ લડાવ્યાં લાડ,
આજ મહા દુઃખનાં મુજ માથે,
ઝાઝાં ઉગ્યાં ઝાડ,
r
૨૪
[ દુનિયામાંથી જવું.
કન્યાના જન્મ થવાથી માબાપ દુ:ખ પામે છે તેનું કારણ એટલુંજ કે જેને પેટ દિકરી તેને માથે દુ:ખનું ઝાડ.
',
વેનચરિત્ર.
t
સાસુવહુની લઢાઈ.
દુ:ખનાં વાદળ પણ એજ અર્થમાં વપરાયછે. દુ:ખના ડુંગર પણ ખાલાય છે. દુ:ખનું વાદળ, આકસ્મિક ચે।તરફથી આવી પડેલું દુઃખ.
(દુ:ખનું વાદળ ઘેરાવા માંડયુ, પૃથ્વી રૂપ હૃદયમાં અંધકાર થઈ ગયા, વિપત્તિરૂપ વિજળી ચમકવા લાગી, હૃદયમંડળમાં સુખના તારા દેખાતા બંધ પડયા અને હમાં દુ:ખનાં વદસાદ પડશે એવાં ચિન્હ જણાયાં.—એક ગ્રંથકાર. ) દુ:ખવઢે જવું, કાણે જવું; શાકમાં ભાગ લેવા જવું.
દુ:ખે પાયે, દુ:ખદાયક પ્રયત્ન કે ધણી માથાફેાડથી.
દુઝતી ગાય, જેની પાસેથી કાંઈ કાંઈ પ્યુ હમેશાં મળ્યાં કરે છે તે; છૂટા હાથનું એ વું જે કાઈ તે.
દુદાળા દેવ, ગણપતિના જેવી મેટી કાંદવાળા માણસ. ( વિશેષે કરીને બ્રાહ્મણુ. ) દુનિયાપાર કરવુ, દેશનિકાલ કરવું. ર. મારી નાખવું.
દુનિયાપારનું,અલૌકિક; દુનિયાથી-સમાજથી વિચિત્ર; અકાલ્પનિક. દુનિયામાંથી જવુ, સમાજમાંથી નીકળી જવું; ઉચ્છંખલ થવું; અમર્યાદ થવું. ૨. પુરૂષત્વમાંથી જવુ; લેાકવ્યવહારથી બાતલ થવુ.
“ પીઠયા કાઇ દહાડા દુનિયામાંથી નીકળી જવાના છે; જો તારી મેાક્રાણુ, આ સીસા પડયા છે.
ભટનું ભાષાળુ.
rk
આ કળિયુગમાં સાઠ વર્ષનું આયુષ્ય. માટે વર પચાસ વરસના થાય ત્યારે ૬