SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસપાણી, ] યવી ભૂત ચંદ્રગુપ્તને મૂકી મલયકેતુ જેવા પાયાને અધિક કરી માને છે તેથી અચૂક તમારે। દિવસ ઘેર નથી. ( ૧૮૪ ) મુદ્રા રાક્ષસની ટીકા. વિસપાણી, જીઓ અવસર પાણી. દિવસ ફરવા, નશીબ બદલાવું. (સારે ભાડે ઉભય પ્રકારે વપરાય છે.) ** દિવસ . એટલે મેળવેલું ગયું અને કરજ થયું. ' સરસ્વતીચંદ્ર. દિવસ કર્યો એટલે સર્વ વાત તેને અનુકુળ થઈ પડી. ” 66 રાજવાણી. દિવા જેવું, ચાખ્ખું; ઝટ સમાય એવું; ભૂલવિનાનું કર્યું દિવા જેવું એટલે કાંઇસારૂં ન કર્યું એમ વાંકામાં ખેલાય છે. દિવા પછવાડે અંધારૂં, નામાંકિત માણસના મરણ પછી તેનાં કામ વગેરેની જે અવ્યવસ્થા-ખરાખી થઈ જાય તે અથવા તેને વંશજ અધારામાં પડી રહે-નારા નીકળે તે. દિવાની યાત જેવું, (ક.) અણિયાળુ, તેલની ધાર જેવું અને પેટની ચાંચ જેવું પણ ખેલાય છે. દિવાસળી ચાંપવી, ઉશ્કરી લડાઈ ઊભા કરવી. (બે પક્ષ વચ્ચે.) ૨. સળગતી દિવાસળી ચાંપી બાળી મૂકવું. ઢિવાળીના દહાડા, દિવાળીના જેવા ઉત્સવ– આનદના દહાડા. હિંવા ઉવે, કોઈ અમુકે ગુણુવિદ્યાએ કરીને પ્રસિદ્ધિ પામી. kk તે તે! કુળમાં દીવા ઉડયેા છે. દિવા કરવા, કાંઈ સારૂં કામ ન કર્યું હોય ત્યારે વાંકામાં વપરાય છે. દિવા ઘેર જવા, એલાઇ જવા; ગુલ થવા. [ દિવેા રામ થવા. દિ '' “ ખુચ્યું તેલ 'દિવેા ઘેર ગયા, પડી રહી વાટ તે. ’ " નર્મકવિતા. હિંદુએમાં દિવા એ પૂજ્ય ગણાય છે. ‘દિવા ઓલવી નાખ’' એમ કેટલાક કહેતા નથી પણ દિવા ઘેર કર' એમ કહે છે; ‘સળગાવ’ એમ કહેતા નથી પણ ‘પ્રગટાવ’ એમકહે છે. દિવા રાજ થવા, રાણા થવા એમ ખેલાય છે. વળી દિવાના સબંધમાં બેરાં આ પ્રમાણે મેલે છે. r કુળ દિવા કલ્યાણ કરજે, મારૂં ધર સાનૈયે ભરજે, પાડાશીનું પૈસે ભરજે, અદેખાનું ઇંડાળે ભરજે, આવતા ચારને આંબળેા કરજે, સાંજ પડે પાછે વહેતો આવર્ષે, વગેરે વગેરે. ” વળી—‘ ા દિવા તું દ્વારકા, તારી માને મારા જેશ્રીકૃષ્ણ કહેજે, ઘેર જને દૂધને ભાત ખાજે' વગેરે. મૂકવા, હિંદુ લોકો મેટી નદીમાં વૃક્ષનાં પાંદડાંમાં ધીના હારા દવા પાણીમાં તરતા મૂકવામાં પૂણ્ય સમજે છે, એથી તેએ સમજે છે કે પાપ તરતું મૂક્યું અને હૃદયમાં સત્યધર્મનો પ્રકાશ થયા; અજ્ઞાનરૂપી અંધારૂ દૂર થયું ને જ્ઞાન રૂપી દિવા પ્રગયા. ૨. ધર્મના તહેવારે અથવા અગીઆરસ અમાસે આર્યપત્નીએ તે પુરૂષા વિવિધ પ્રકારનાં વસ્ત્રાલંકાર પહેરી નદીમાં નાળીએર પધરાવી પાંદડામાં ધીના દિવા કરીને પરમેશ્વરની પ્રાર્થના કરે છે. દિવા રહેવા, પાછળ વંશ રહેવા; પાછળ ધરની–કુળની કીર્તિ અજવાળનાર સુપુત્રની હયાતી રહેવી. “ તારા દિકરીએ પણ દિવા રહેશે નહિ એમ ખેલાય છે. ” દિવા રામ થવા-રાણા થવા, દવા ગુલ થવા.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy