________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
પણ વિવિધ આસનો કરતા હતા તેમણે કહ્યું કે આસન તપોયોગની પ્રક્રિયા છે. ક્રોધ આદિ આવેગો અને ઉપવેગોમાં, સ્નાયુઓમાં મસ્તક અને ભાવના કેન્દ્રોમાં તનાવ આવે છે. એ જ તનાવ આવેગઉપવેગોથી ઉભરાય છે. એટલા માટે મહાવીરે કાયકલેશ તપની વ્યાખ્યામાં પ્રથમ સ્થાન આસનને આપ્યું છે. આ તપના અલ્પવસ્ત્રધારક, અપરિકર્મ (સૈયા ન કરવી)
આસનના પ્રકારો તથા વિધિ – જૈન સાહિત્યમાં આસનોના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) ઉર્ધ્વસ્થાન (૨) નિષદને સ્થાન અને (૩) શયન સ્થાન મહર્ષિ પતંજલિએ સુખપૂર્વક સ્થિર થવું તેને આસન કહ્યાં છે. (૧) ઉર્ધ્વસ્થાન – ઉભા રહીને કરવાવાળું આસન
• સાધારણ સ્થાન - નિશ્ચિત થઈ ભીંત આદિના સહારે ઊભા રહેવું. • સવિચાર - જ્યાં પહેલાં ઊભા રહ્યા હતા તે ત્યાંથી અન્યત્ર જઈ એક પ્રકાર સ્થિર થઈ ઊભા રહેવું.
સત્રિરુદ્ધ - જ્યાં પહેલા ઊભા હતા ત્યાં સ્થિર થઈ ઉભા રહેવું. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગની મુદ્રામાં ઉભા રહેવું.
સમપાદ - પગને સમરેખામાં રાખીને સ્થિર રહેવું. • એકપાદ – એક પગ પર ઉભા રહેવું.
• ગૃપ્રોડીન - ઉડતા ગીધની જેમ પાંખો પસારેલા હાથને રાખીને ઉભા રહે. નિષદના સ્થાન બેઠા બેઠા કરવામાં આવતા આસનો
ગોદોહીકા - ગાયને દોહવાની મુદ્રામાં બેસવું. ઉત્કટુક – સમપાદયુતા – પર્યકાસન - પદ્માસન અર્ધપર્યકાસન - અર્ધપદ્માસાન
(૫૩૭