________________
તપશ્ચર્યા
શ્રી ઉદયરત્નજી વિરચિત (તપની સજ્ઝાય) (ઇડર આબા આલવી ૨ે એ રાગ)
કીધાં કર્મ નીંકંદવા રે, લેવા મુક્તિનું દાન;
હત્યા પાતિક ઘુટવા રે, નહીં કોઈ તપ સમાન, ભવિકજન તપ કરજો મન શુદ્ધ ૧
ઉત્તમ તપના યોગથી રે, સેવે સુરનર થાય;
લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે, મનવાંછિત ફળ થાય ભવિક-૨ તીર્થંકર પદ પામીયે રે, નાસે સઘળા રોગ;
રૂપ લીલા સુખ સાહેવી રે, લકીએ તપ સંયોગ, ભવિક-૩ તે શું છે સંસારમાં રે, તપથી ન દોવે જેહ;
જે જે મનમાં કામિએ રે, સફળ ફળે સહી તેહ. ભવિક-૪ અષ્ટ કર્મના આપને રે, તપ ટાળે તત્કાળ;
અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. ભવિક-પ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર;
હોજો તેહની ચાલમાં રે, જેમ છન્તો અણગાર ભવિક-૬ ઉદય રત્ન કહે તપ થકી રે, વાધે સુજસ સનૂર; સ્વર્ગ કુવે ઘર આંગણે રે, દુર્ગતિ જાણે દૂર ભવિક-૭ શ્રી તપપદનું સ્તવન
તપપદને પૂજીજે હો પ્રાણી ! તપપદને પૂજે (એ આંકણી) સર્વ મંગલમાં પહેલું મગળ, કર્મ નિકાચિત ટાળે; ક્ષમાસહિત જે આહાર નિરી હતા, આતમઋદ્ધિ નિહાળે, હો પ્રાણી ! તપ ૧
તે ભવ મુક્તિ જાયે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિમયા; તોયે તપ આચરણ ન મૂકે, અનંતગુણો તપ મહિમા હો પ્રાણી ! તપ ૨
પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલ્લિજિનનો; સાધવી લખમણા તપ નવિ ફળિયો, દંભ ગયો નહિ મનનો.
હો પ્રાણી ! તપ ૩
પ્રકરણ ૬
૫૧૨