SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ ૬.૨ તપપદ અને સ્તવનો તપપદ પૂ૦ (૧) પૂ૦ (૨) દ્રવ્ય ભાવથી તપમયે, સકલવિઘ્ન દૂર જાય; પચ્ચાશ લબ્ધિ ઉપડે, જય જય તપ મહિમાય. તપ તપતાં કષ્ટો ટળે, દુઃખો દૂર જાય; સર્વ કર્મ દૂરે ટળે, પગ પગ મંગલ થાય. તપના ભેદ અનેક છે, તપના બાર પ્રકાર; પૂજો વંદો તપસ્વીને, તપ તપશો નરનાર. (નમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર, એ રાગમાં) પૂજો વંદો તપગુણધારી, તપ તપશો જયકાર રે; તપ તપતાં અઠ્ઠાવીશ પચાસ સબ્ધિ પ્રગટે સારરે. સર્વ શુભાશુભ ઇચ્છારોધક, તપથી શક્તિ પ્રકાશે રે; નિષ્કામી થે કાર્યો કરતાં તપ છે જાણો પાસે રે. દેવ ગુરને સંઘની સેવા, ભક્તિ તપ છે બેશર ; ધાર્મિક કર્મ કરતાં સંકટ સહવાં દુઃખો કલેશ રે. આત્માર્થે પરમાર્થે પ્રવૃત્તિ, કરતાં ભય નહિ ખેદરે; દ્વેષ ન પ્રગટે તપ એ તપતાં, નાસે મોહના ભેદરે. મનમાની કાયાની શુદ્ધિ ધરવી તપ જયકાર કે; સર્વ શુભાશુભ ફૂલની ઇચ્છા, ત્યાગથી તપ છે ઉદાર રે. તીર્થંકર ત્રિજ્ઞાની પણ જે, તે ભય મુક્તિ જાણ રે; તપ તપતા જાણીને ભળ્યો, તપ તપશો ગુણ ખામ રે. મરણ જીવન પર નહીં આસક્તિ, સર્વ સમર્પણ થાય રે; પરમાર્થે જીવનની કરણી, શુદ્ધોપયોગે સુહાય રે. સર્વ જીવોના હિતને માટે, કાયા મનની પ્રવૃત્તિ રે; જૈનધર્મની સેવા ભક્તિ, કરનાની છે રીતિ રે. પૂ૦ (૩) પૂ૦ (૪) પૂ૦ (૫) પૂ૦ (૬) પૂ૦ (૭) પૂ૦ (૮) (૫૦)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy