SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા ઉવવાઈ સૂત્રમાં પણ કહ્યું છે કે - પ્રકરણ સ્વસ્થ કરી દે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે પરંતુ સાધક માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. તપસ્યા અને સાધનાથી મન, વાણી અને કાયાની શુદ્ધિ થતા અપૂર્વ બળની પ્રાપ્તિ થાય છે. - ૫ ‘મળતિયા, વયલિયા, જાયવત્તિયા । મળેળ સવ્વાણુાહ સમક્થા, વાયાર્ સાળુાહ સમક્થા, कायाए सावाण्णुग्गह समत्या ।" પ્રભુના સમો૨ણમાં કોઈ મુનિ મનોબળ વાળા, કોઈ વચન બળવાળા તો કોઈ કાયબળવાળા હતા. કોઈ મનથી અષ્ટ-તુષ્ટ થઈને અભિશ્રાપ અથવા વરદાન પણ આપે છે. બીજા વાણીથી, તો અન્ય મુનિ કાયા દ્વારા શ્રાપ-અનુગ્રહ કરવામા સમર્થ હોય છે. એમનું જરા પણ તીક્ષ્ણ દ્રષ્ટિથી જોવાનું સામેવાળા માટે સર્વનાશનું કારણ બની જાય છે અને પ્રસન્ન દ્રષ્ટિથી જુવે તો સામેવાળાને ન્યાલ કરી દે છે. ધ્યાન તથા સ્વાધ્યાયથી મનોબળ, મૌન અને વાણીના સંયમથી વચનબળ તથા તપ નિયમ અને સદાચારથી કાયબળ પ્રાપ્ત થાય છે. ૪૪૩) તપનું બળ : મરણનું મરણ કરનાર તપ છે. ઘડપણનો નાશ તપ કરે. જગતમાં કોઈ એક પણ સારી ચીજ એવી નથી કે જે તપના પ્રભાવે ન મળે. કોઈ પણ આત્મા તપ કર્યા સિવાય મુક્તિમાં ગયો નથી, જતો નથી અને જશે પણ નહિ. વાસુદેવપણું, બળદેવપણું, ચક્રવર્તિપણુ કે તીર્થંકરપણુ પણ તપના પ્રભાવથી જ મળે છે. નિકાચિત પાપોનો નાશ કરવાની તથા અપૂર્વ પુણ્ય બાંધવાની તાકાત તપમાં છે. કોઈ પણ જીવને ગમે ત્યારે સમ્યક્તપનો આશ્રય કર્યા વગર છુટકો નથી. દરેક આત્માદિ અતીન્દ્રિય પદાર્થોને માનનાર આસ્તિક ધર્મવાળાઓએ પણ તપને ઘણું ઘણું મહત્ત્વ આપ્યું છે. શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ઉપદેશમાં ફરમાવે છે કે જેનાથી રોગ થયો હોય તેનાથી વિપરીત વસ્તુનું સેવન કરે તો રોગ જાય. જેમ કે અધિક ખાવાથી થયેલ અજીર્ણ દ્વારા ઉત્પન્ન થયેલ તાવ હોય તો તે તાવનો નાશ લાંઘણ કરવાથી થાય છે. ખૂબ પરિશ્રમ લેવાથી અશક્ત શરીરમાં તાવ આવ્યો હોય, તો તેનો નાશ આરામ લેવાથી થાય છે. તેવી જ રીતે આહાર સંજ્ઞાને તોડવા માટે અને અણાહારક પદને પ્રાપ્ત કરવા માટે તપની જરૂર છે. તપ કરવાથી આહારસંશા જરૂર તૂટે છે. વિઘ્નટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર પ્રશંસ્યો તપ ગુણ થકી, વીર ધન્નો અણગાર.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy