SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા - - । । । તારા માતાપિતાનો આદર કરજે. તેમને સન્માન આપજે. તું કોઈની હત્યા ન કરતો. તું વ્યભિચાર ન આચરતો તું ચોરી ન કરતો તું જૂઠી સાક્ષી ન આપતો તું કોઈપણ ભૌતિક ચીજની લાલચ ન કરતો. તું અભિમાન કરતો નહીં. જૂઠ્ઠું બોલતો નહીં. ભૂખ્યા દુશ્મનને પણ ખાવાનું અને પીવાનું આપવું. એકલપટા ન બનતા, વહેંચીને ખાવું. આળશ છોડી મહેનત કરનારને અવશ્ય ફળ મળે છે. પ્રકરણ નિદોર્ષોનું લોહી તારા હાથે વહેડાવતો નહીં. અર્થ વગરની મનમાં કલ્પના કરતો નહીં. બૂરાઈઓ તરફ તારા પગને દોડવા દેતો નહીં. જૂઠી સાક્ષી આપતો નહીં. ભાઈ-ભાઈ વચ્ચે ફાટફૂટ પડાવતો નહીં. જો તમે ભલુ કરશો તો તમારુ પણ ભલું થશે જ. જે વ્યક્તિ કંગાળ, દુર્બળ અને અશક્તને તાત્કાલિક મદદ કરે છે તેને ઇશ્વર મદદ કરે છે. કોઈને પણ વાયદો આપી ભલું કરવાનાં સ્વપ્રમાં પણ ન વિચરતા. તું કાલે આવજે ત્યારે હું તને મદદ કરીશ તેવું વાક્ય જીવનમાં કાઢી નાખજો કારણ કે કાલ કોઈએ દીઠી નથી. - ૪ ૪૧૩ મનને હમેંશા શુદ્ધ રાખજો. મનને ભટકવા દેશો તો તમે પણ ભટકી જશો. કોઈ સ્થળે ઝઘડો જુઓ તો તમે શાંત કરવાનો પ્રયત્ન કરજો, ઝઘડાને વધવા ન દેતા. તમારો દરેક શબ્દ અમૂલ્ય છે એટલે એવા બોલ બોલજો કે જે સાંભળી સામા માણસના દિલમાં શાંતિ થાય.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy