SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૪ – સમ્યફ વચન – સત્ય બોલવું. - સમ્યક્ કર્માન્ત – હિંસા, દગો અને દૂરાચરણથી બચવું. - સમ્યફ આજીવ – ન્યાયપૂર્ણ રીતે જીવનનિર્વાહ ચલાવવો. - સમ્યફ વ્યાયામ – સત્યકર્મોના માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું, - સમ્યફ સ્મૃતિ – લોભ-લાલચ વગેરે ચિત્તને દુઃખ આપતી વાતોથી દૂર રહેવું. – સમ્યફ સમાધિ – રાગદ્વેષથી મુક્ત ચિત્તની એકાગ્રતા. આ આઠે મૂલ્યોનું પાલન કરવાથી મનુષ્યની પ્રજ્ઞાનો (જ્ઞાન) ઉદય થાય છે અને પ્રજ્ઞાનો ઉદય થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ૩ - યહૂદી ધર્મ યહૂદી ધર્મ ઇઝરાઈલમાં વસતા નાગરિકો પાળે છે. યહૂદીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. યહૂદી ધર્મની મૂળ માન્યતા નીચે પ્રમાણે છે. “ઇશ્વર, જીવ અને જગતની રચના કરવાવાળો છે. ઈશ્વર એક છે. ઇશ્વર પ્રેમમય છે. ઈશ્વર કરુણામય છે. ઇશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર નજીકમાં છે. ઈશ્વર દૂરથી પણ દૂર છે. ઈશ્વર અંધકારની જેમ રહસ્યમય છે. ઇશ્વર સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ છે. ઈશ્વર સત્કર્મથી, પ્રેમથી, કરુણાથી બધાની સાથે સ્નેહભર્યા વ્યવહાર કરવાથી પ્રસન્ન થાય છે. ઈશ્વરનું નામ છે યોહાવા યોહાવા એ જીવન જીવવાના પવિત્ર મુલ્યો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. – હું તારો પરમેશ્વર યોહાવા છું. તું મને યોહાવાને મૂકીને બીજા કોઈને માનતો નહીં. તારા પરમેશ્વરનું નામ એટલે કે યહોવાનું નામ કોઈ વ્યર્થ વાત માટે કે કોઈ સ્વાર્થ માટે લેતો નહિ . અઠવાડિયાના છ દિવસ તું કામકાજ કરજે અને સાતમે દિવસે આરામ કરજે. આરામ કરવાના દિવસને પવિત્ર માનજે અને તે દિવસે તારા ઘરના સભ્યોથી લઈને નોકરચાકર, મહેમાન બધાને વિશ્રામ આપજે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy