SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ ૩.૧૦ પારસી ધર્મ ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ પહેલાની વાત છે. પૂર્વ ઇરાન અને કાસ્પિયન સમુદ્રના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં ચીડિયા નામની એક જાતી રહેતી હતી. તેના મગી નામના ગોત્રમાં પુરોહિતોના વંશમાં જરથુસ્કાનો જન્મ થયો હતો. તેઓના વંશનું નામ હતું સ્પિતમાં'. જેનો અર્થ થાય છે જ્યોતિર્મય'. તેઓના પિતાનું નામ પૌરુશાસ્પ. જરથુસ્કા ૩૦ વર્ષના હતા ત્યારે દ્રોણ પર્વત પર ધ્યાન-તપની સાધના કરતા હતા. સાધના કરતા સાધના સફળ થઈ. તેમને ઇશ્વરના દર્શન થયા અને તેમના મુખમાંથી પવિત્ર ગાથા સરી પડી હતી. આ ગાથાઓમાં પવિત્ર ભાવનાઓ ભરપૂર રીતે વ્યક્ત થયેલી છે. વિરોધીઓ હુમલો કરતા છતા પોતે પ્રસન્ન રહી એ જ પ્રાર્થના કરતા કે “હોરમજદ તમને સૌને ક્ષમા કરે, જેવી રીતે હું તમને ક્ષમા કરી રહ્યો છું. ભારતમાં આઠમી સદીની શરૂઆતમાં આગમન થયું હતું. ખંભાતના અખાતમાં દિપ નામના ટાપુ ઉપર ઉતર્યા હતા. પછી તેઓ દક્ષિણ ગુજરાતના સંજાણ નગરે આવ્યા. રાંજાણના હિન્દુ રાજા જદિરાણાને તેઓએ વિશ્વાસ કરાવ્યો કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જઇ મીઠાશપૂર્વક તેઓના રાજ્યમાં રહેશે. પારસીઓના આદર્શો વૈદિક આદર્શો સાથે મળતા આવે છે. હિન્દુઓની જેમ પારસીનો પણ ઉપનયન જનોઈ સંસ્કાર કરે છે. જળ, વાયુ વગેરે અશુધ્ધિ કરવા તેને પારસીઓ પાપ માને છે. પારસીઓમાં અગ્નિની ઉપાસનાનું ખાસ મહત્ત્વ છે. અગ્નિને પવિત્ર માને છે. અગ્નિ તેઓને ત્યા અને તેમના દેવળોમાં સદાય જલતો રહે છે. પારસી ધર્મનું સાહિત્ય પહેલવી ભાષામાં છે. બદકિસ્મ, વોહમ, અસ્ન, દિનકર્ત, દેનિક, અર્તક વિગેરે મુખ્ય ગ્રન્થો છે. પારસી ધર્મ હુમત-સવિચાર કરો. હુન્ત-સત્ વચન બોલો, હુરશત, સત્કર્મ કરો આ છે પારસી ધર્મનો પવિત્ર આદેશ. વૃક્ષના દ્રષ્ટાંતથી સમજાવતા કહે છે કે તે વૃક્ષને એક મોટું થડ છે. જેના પર પારસી ધર્મ ટકેલો છે. આ વૃક્ષને બે મોટી શાખાઓ છે અને તે બન્ને શાખાઓમાંથી એકને ત્રણ નાની શાખાઓ છે અને બીજાને ચાર નાની શાખાઓ છે. જ્યારે આ વૃક્ષને પાંચ મુળિયા છે. (૧) થડ એ મૂળ સાધન છે. (૨) બે મોટી શાખા – ક્રિયા અને સંયમ (૩) ત્રણ નાની શાખા સદ્વિચાર, સર્વચન, સત્કર્મ (૪) ચાર નાની શાખા-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર (કર્મ અનુસાર ચાર જાતિઓ) (૫) પાંચ મુળિયા : (૧) માનપત (ઘરનો મુખ્ય માણસ), (૨) વીસ્પત (ગામનો મુખ્ય માણસ). (૧૦)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy