________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જૈન આગમોમાં પરિગ્રહનો વાસ્તવિક અર્થ બાહ્ય વસ્તુઓનો સંગ્રહ નહિ પરંતુ આંતરિક મૂછભાવ અથવા આસક્તિ જ છે. / 1. તત્ત્વાર્થ સૂત્રમાં પણ મૂચ્છ અથવા આસક્તિને જ પરિગ્રહ કહેવામાં આવ્યો છે. I 2 /
જૈન આગમોમાં પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે. (૧) બાહ્ય પરિગ્રહ (૨) આંતરિક પરિગ્રહ, બાહ્ય પરિગ્રહમાં આ વસ્તુઓનો સમાવેશ થાય છે (૧) ક્ષેત્ર (ખુલ્લી જમીન) (૨) વસ્તુ મકાન) (૩) હિરણ્ય (આદિ) (૪) સોનું (૫) ધન (૬) ધાન્ય (૭) દાસ-દાસી (૮) ચતુષ્પદ (પશુ આદિ) અને (૯) કુખ-ઘરવખરી . 3. આ બાહ્ય પરિગ્રહ છે. ૧૪ પ્રકારના આભ્યાન્તર પરિગ્રહની વાત બતાવી છે. (૧) મિથ્યાત્વ (૨) હાસ્ય (૩) રતિ (૪) અરતિ (૫) ભય (૬) શોક (૭) જુગુપ્સા (2) સ્ત્રીવેદ (૯) પુરુષવેદ (૧૦) નપુંસકવેદ (૧૧) ક્રોધ (૧૨) માન (૧૩) માયા અને (૧૪) લોભI 4
શ્રમણને માટે બાહ્ય-આત્યંતર પરિગ્રહ ત્યાજ્ય છે તો પણ સાધુજીવનની આવશ્યકતાઓની દ્રષ્ટિથી સાધુઓને થોડી વસ્તુઓ રાખવાની અનુમતિ છે. દિગંબર પરંપરામાં (૧) જ્ઞાનોપધિ (પુસ્તકાદિ) (૨) સંયમોપધિ (મોરપીંછ) (૩) શૌચ્યોપધિ (જલપાત્ર), શ્વેતાબંર પરંપરામાં (૧) વસ્ત્ર (૨) પાત્ર (૩) કમ્બલ (૪) રજોહરણ 51 બતાવ્યા છે. આચારાંગ સૂત્ર, પ્રશ્નવ્યાકરણ, બૃહદકલ્પભાવ્ય આદિ સૂત્રોમાં કેટલી વસ્તુ રાખવી એનું વર્ણન કરવામાં આવ્યું છે. અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૧) શ્રોતેન્દ્રિય નિગ્રહ (૨) ચસેન્દ્રિય નિગ્રહ (૩) ઘાણેન્દ્રિય નિગ્રહ (૪) રસેન્દ્રિય નિગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય નિગ્રહ. આ પાંચેન્દ્રિયના વિષયમાં આસક્તિભાવ ન રાખવો. મુનિઓએ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તભાવ અને કષાયોથી વશીભૂત ન થવા જોઈએ. આ જ એમની સાચી અપરિગ્રહવૃત્તિ છે.
અષ્ટપ્રવચનમાતા –
પાંચમહાવ્રતોની જેમ મુનિ માટે અષ્ટપ્રવચનમાતાનું પણ મહત્ત્વ છે. પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિને અષ્ટપ્રવચનમાતા કહેવાય છે. 1. પુરુષાર્થસિદ્ધયુપાય - ૧૧૧, દશવૈકાલિક સૂત્ર - ૬/૨૧ 2. તત્ત્વાર્થસૂત્ર – ૭/૧૬ 3. શ્રમણ સૂત્ર – પૃ. ૫૦ 4. બૃહદકલ્પ ૧/૮૩૧ 5. આચારાંગસૂત્ર – ૧/૨/૫/૯૦