SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ અને સ્થિર થઈ જાય છે. બ્રહ્મચર્ય સાધુજનો દ્વારા આચરિત મોક્ષમાર્ગ છે. પાંચ મહાવ્રતોમાં અત્યન્ત નિરપવાદ રૂપે તેનું પાલન કરવામાં આવે છે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જવાથી દરેક વ્રતનો ભંગ થઈ જાય છે. । 1 | - અબ્રહ્મચર્ય, આસક્તિ અને મોહનું કારણ હોવાથી આત્મવિકાસ માટે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક માન્યું છે. નવે કોટીએ આ મહાવ્રતનું પાલન કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ બ્રહ્મચર્યની રક્ષા માટે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે. (૧) એકાન્ત સ્ત્રી, પશુ અને નપુસંક હોય ત્યાં રહે નહીં. (૨) રસોત્પાદક સ્ત્રી કથા ન કરે (૩) સ્ત્રીઓની સાથે એક આસને ન બેસે (૪) સ્ત્રીના અંગોપાંગ વિષય બુદ્ધિથી ન જુવે. (૫) આસપાસમાં સ્ત્રીઓના હસવાનો, ગીતો, રડવાનો કે વિરહથી ઉત્પન્ન વિલાપને ન સાંભળે. (૬) ગૃહસ્થાવાસમાં ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરે. (૭) રસવત્તુ ભોજન ન કરે (૮) મર્યાદાથી વધારે ભોજન ન કરે. (૯) શરીરને શણગાર ન કરે (૧૦) ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન રાખે | 2 | આચારાંગસૂત્રમાં બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ બતાવવામાં આવી છે. (૧) સ્ત્રી-પશુનપુંસક એકાન્ત હોય તો સ્થાનક ન ભોગવે (૨) સ્ત્રીની કથાવાર્તા કરવી નહી. (૩) સ્ત્રીના અંગોપાંગ વિષય બુદ્ધિએ નિરખવા નહી. (૪) પૂર્વના કામભોગો યાદ ન કરવા. (૫) રોજે રોજ સરસ આહાર કરવો નહીં. 1. પ્રશ્નવ્યાકરણ સૂત્ર 2. ઉત્તરાધ્યયન સૂત્ર - ૧૬/૧-૧૦ 3. આચારાંગસૂત્ર - ૨/૧૫/૧૭૯ 4. દશવૈકાલિક સૂત્ર - ૪/૫ 5. દશવૈકાલિક સૂત્ર - ૪/૫ જે શ્રમણ સાવધાની રાખીને ઉપર્યુકત મહાવ્રતનું પાલન કરે છે ત્યારે તે સંસારના બધા દુઃખોથી મુક્ત થઈને વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે. | 3 | અપરિગ્રહ મહાવ્રત શ્રમણને સમસ્ત સ્ત્રી, સંપત્તિ, સાધનો આદિ બાહ્ય તથા ક્રોધ માનાદિ આંતરિક પરિગ્રહનો ત્યાગ કરવાનો હોય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે શ્રમણને બધા પ્રકારના પરિગ્રહનો પછી ભલે ને તે અલ્પ હોય કે વધારે હોય, જીવયુક્ત હોય અથવા નિર્જીવ વસ્તુનો હોય, તેનો ત્યાગ કરી દેવો જોઈએ. | 4 | આ મહાવ્રત પણ નવકોટીથી પાળવાનું હોય છે. પરિગ્રહને ભેગું કરવું એ લોભવૃત્તિ છે. એટલા માટે શ્રમણ જો સંગ્રહ કરે તો તે શ્રમણ નથી પણ સંસારી જ છે. । 5 । ૨૬૪
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy