SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ અણુશનનો મતલબ છે આહારનો ત્યાગ : સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો અગર અમુક દિવસ આહારનો ત્યાગ કરવો. રાત્રે તો ખાવાનું હોય જ નહિ અને દિવસે પણ અમુક વખતથી વધારે વખતના આહારનો ત્યાગ કરવો. આયંબીલ, એકાશણું, બ્યાસણું વગેરે તપમાં પણ એક-બે વાર સિવાય આહારનો ત્યાગ થઈ શકે છે તે અણુશનમાં સમાઈ જાય છે. એટલું જ નહિ, નવકારશી, પોરશી વગેરે પ્રત્યાખ્યાનોમાં પણ નિશ્ચિત સમય માટે આહાર ત્યાગ થાય છે. તેનો પણ સમાવેશ અણશનમાં થઈ જાય છે. પરમાત્માના શાસનમાં તપધર્મની વ્યવસ્થા : જો ઉપવાસને લક્ષમાં રાખીને વિચારીએ તો.... * વર્તમાન તીર્થાધિપતિ મહાવીર પરમાત્માના શાસનમાં એક ઉપવાસથી લઈને ઉત્કૃષ્ટ છ મહિના સળંગ ઉપવાસને તપ કહ્યો છે. * બાવીસ તીર્થંકરોના શાસનમાં એક ઉપવાસથી લઈને ઉત્કૃષ્ટ આઠ મહિનાના સળંગ ઉપવાસ સુધીનો તપ કહ્યો છે. * આદિનાથ ભગવાનના શાસનમાં એક ઉપવાસથી લઈને સળંગ એક વર્ષ સુધીના સળંગ ઉપવાસનો ઉત્કૃષ્ટ તપ કહ્યો છે. ઉપવાસ બાહ્યતપમાં ઉપવાસ શ્રેષ્ઠ તપ છે, કારણ કે તેમાં આહાર સંબંધી સર્વ પ્રકારની ઉપાધિથી આત્મા તેટલો સમય સર્વથા નિવૃત્ત થાય છે અને ધર્મધ્યાનમાં કે આત્મરમણતામાં લાગી જાય છે. ઇંદ્રિયો તથા મનના વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં લીન રહે તે ઉપવાસ છે, આલોક તથા પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇંદ્રિયજય છે, આત્મ સ્વરૂપમાં લીન રહેવું અથવા શાસ્ત્રના અભ્યાસ, સ્વાધ્યાયમાં મન લગાડવું અને કલેશ ન ઉપજે એવી રીતે ક્રિયામાત્ર પ્રમાણે એક દિવસની મર્યાદારૂપ આહારનો ત્યાગ કરવો એ ઉપવાસ નામનું અનશનતપ છે. ૧૧૧ ન જે આહારને તો છોડે પણ મોહથી વિષયકષાય આરંભને ન છોડે અને ગૃહકાર્યાદિક કરે છે તેને પ્રથમ ગૃહ કાર્યનો કલેશ તો હતો જ અને બીજો આ ભોજન વિના ક્ષુધા તૃષાનો કલેશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો કલેશ જ થયો પણ કર્મ નિર્જરા તો ન થઈ. આપણા ઔદારિક શરીરની રચના જ એવા પ્રકારની છે કે તે લાંબો વખત એકલા ઉપવાસથી ટકી શકે નહિ. કારણકે શરીરને પ્રાણપોષક તત્ત્વોની જરૂર રહે છે. તેથી મનુષ્ય તેના શરીરની શક્તિ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy