________________
શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (પદ્યાનુવાદ) મુનિ શ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધ ભાવી ઉર્ધ્વ ગતિને પામશે નિશ્ચય થકી. સુવર્ણ રત્નોથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણુવાન રૂપે શ્યામ સ્વામો આપને; ઉસુક થઈને ભવ્ય જનરૂપી મયુરે નિરખે, મેરૂ શિરે અતિ ગાજતાં નવ મેઘ સમ પ્રીતિવડે, ઉચે જતી તુમ શ્યામ ભામંડળ તણું કાંતિવડે, લેપાય રંગ અશક કે પાનનો સ્વામી ખરે; પ્રાણિ સચેતન તો પછી વીતરાગ આપ સમાગમે, રે કોણ આ સંસારમાં પામે નહી વૈરાગ્યને. રે રે પ્રમાદ તજે અને આવી ભજે આ નાથને, જે મેક્ષપુરીમાં જતાં વ્યાપારી પાર્શ્વનાથને; સુર દુંદુભીને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ તે ત્રિલોકને એમજ કહે, હે નાથ આ ગૈલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહીત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મોતી સમૂહે શોભતાં ત્રણ છત્રના મીસે કરી, આવ્યા પ્રભુની પાસ તે નદી રૂ૫ ત્રણ જાણે ધરી. કીર્તિ પ્રતાપજ કાંતિ કેરા સમુહથી લેક આ, ગાળારૂપે ભગવાન જ્યમ આપે પૂરેલાં હેય ના; રૂપ સુવર્ણ અને વળી માણેક્યથી નિર્મિત ખરે, ચાપાસથી શોભી રહ્યાં ત્યમ આપ ત્રણ કિલ્લા વડે પડતી પ્રભુ તમ પાકમાં દેવેંદ્ર નામતા તેમની, રને રચીત મુગટ તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાએ સવથી. વિભુ ! આપને સંગમ થતાં સુમને બીજે રમતાં નથી, હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, 'નિજ આશ્રીતને તારતા વિવેશ તે તે યોગ્ય છે; લેકે તરે માટીતણું ઘટ કમ પાપ સહીતથી, આશ્ચર્ય વિભુ પણ આપે છેરહીત કમ વિપાકથી.
૮