________________
૩૦૦ શ્રી કલ્યાણ મંદિર સ્તવ (પદ્યાનુવાદ), ક્ષણમાત્રમાં જિનરાજ ભવજન આપકેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તિવ્ર અગ્નિ તાપથી મિશ્રીત ધાતુ હોય તે, પથરપણને ત્યાગીને તત્કાળ સેનું થાય છે, હે જિન હમેશાં ભવ્ય જન જે દેહના અંતર વિષે, ધરતાં તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ તે; અથવા સ્વભાવ મહાન જન મધ્યસ્થ એવો સદા, વિગ્રહતણે કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથા. નહીં ભેદ હે પ્રભુ આપને આત્મા વિષે આ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી; જે જળ વિષે શ્રદ્વા થકી અમૃત તણું ચિંતન કરે, તે જળ ખરેખર વિષના વિકારને શું ના હરે ? તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિ હરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે કમળા તણું રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધોળા શંખને શું પીતવણિ નહીં કહે! ધર્મોપદેશ તણાં સમયમાં આપના સહવાસથી, તરૂ પણ અશકજ થાય તો શું મનુજનું કેવું પછી; જ્યમ સૂર્યને ઉગ્યાં થકી ને માત્ર માનવ જાગતાં, પણ વૃક્ષ પલવ પુષ્ય સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં ચારે દિશાએ દેવ જે પુ તણુ વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચા મુખ વાળા ડીંટથી તે કાયમ પડે; હે મુનિશ અથવા આપનું સામીએ જબ પમાય છે, પંડીત અને પુષ્પો તણાં બંધન અધોમુખ થાય છે. જે આપના ગંભીર હૃદય સમુદ્રમાંથી ઉપજે, તે વાણુંમાં અમૃતપણું લકે કહે તે સત્ય છે; કાંકે કરીને પાન પરમાનંદને ભજતાં થકાં, ભવિજન અહો એથી કરીને શીઘ અજરામર થતા. કેવો વીંઝે જે પવિત્ર ચામર, સ્વામી આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઉંચા જતાં એમજ કહે,
.