________________
અધ્યયને (અથ સાથે) લાગ્યા કે પૂર્વ મેં કયાંય આવું સ્વરૂપ દીઠ છે, એટલે આવા સાઇને પૂવે જોયેલા છે. ૭ તે સાધુના દશન થવાથી મૃગાપુત્રને શુભધ્યાને, શુભઅધ્યવસાએ મેહ ઉપશો અને તેથી કરી પૂર્વ ભવેને જણાવનારૂં જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું છે. ૮ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી એવું દીઠું હું દેવલોકથી ચવીને આ મનુષ્ય ભવમાં આવ્યો છું. સંજ્ઞી પંચેન્દ્રિયમાંથી આવે તેને જાતિસ્મરણુજ્ઞાન ઉપજે, પૂર્વ ભવોની વાતો સાંભરી આવે તેને જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. હું મોટી બહદ્ધિવાળા મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉપજવાથી પોતાની પાછલી જાતિ સંભારતાં દેખાયું કે મેં પૂર્વ ભવે ચારિત્ર પાળ્યું છે. ૧૦ વિષયને વિષે અપ્રીતિ ધરતાં અને સંયમને વિશે પ્રીતિ ધરતા મૃગાપુત્ર માતાપિતા પાસે આવી આ પ્રમાણે કહે છે. ૧૧ હે માતાપિતા ! મેં પૂર્વ ભવમાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં તે સાંભરી આવ્યાં છે તથા તિયચની યોનિને વિષે જે દુ:ખ ભેગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે, તેથી કામગ ઉપરથી મારી ઇચ્છા ઉઠી ગઇ છે અને મારું મન વૈરાગ્યવાન થયું છે, માટે મને દીક્ષા લેવાની રજા આપ. ૧૨ હે માતાપિતા ! એ ભાગ ભોગવતા થકા વિષફળ ( કિંપાકફળ) સરખા છે. જેમ હિંપાકફળ ખાધાથી મીઠાં લાગે પણ પ્રગમ્યાથી જીવ અને કાયા જુદાં કરે છે તેમ ભોગ કરવા વિપાકવાળા અને નિરંતર દુ:ખના દેનાર છે. ૧૩ આ શરીર અનિત્ય, અપવિત્ર, અશાશ્વત અને અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે તેમજ આ શરીરમાં જીવને વાસ પણ અશાહત છે એટલે ડો વખત રહેવાને છે અને તે શરીર દુ:ખ, કલેશ અને વ્યાધિ વગેરેનું ભાજન છે. ૧૪ આ અશાવતું શરીર વૃદ્ધપણે અથવા બાળપણે અવશ્ય ત્યાગ કરવા ગ્ય અને પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે તેથી હું એવા શરીરને વિશે તે જરા પણ આનંદ પામતા નથી. - ૧૫ મનુષ્યપણું વ્યાધિ-રેમનું ઘર છે અને જરા તથા મેર હુથી ગ્રસ્ત છે એવા અસાર મનુષ્યપણુમાં હું ક્ષણ માત્ર સુમ પામતો નથી. ૧૬ અહે! ઈતિ આશ્ચર્ય! આ સંસારમાં રહેલા
છે કેવાં કેવાં દુઃખ ભોગવે છે! જન્મનું દુ:ખ, જરનું દુ:ખ, રેગનું દુ:ખ, મરણનું દુ:ખ તેમજ અનેક દુઃખોથી જીવ ઘણે