________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૧૩ જેવું કર્યું હોય. દુક્ઝાએ--માઠું ધ્યાન ધર્યું હોય. દુવિચિતિ –માઠી ચિંતવણું કરી હેય. અણયારે--આચરવાયેગ્ય નહિ. અણિછિયો – ઈચ્છવાયેગ્ય નહિ. અસાવ–શ્રાવકને નહિ કરવા યોગ્ય. પાવો--મેઈ પ્રયોગ કર્યો હોય. નાણે- જ્ઞાનને વિષે. તહ–તેમજ. દંસણ––દર્શનને વિષે. ચરિત્તાચરિત્ત-ડીવાર ચરિત્ર ને થોડીવાર નહિ ચરિત્ર એવું જે શ્રાવકનું ચારિત્ર તેને વિષે. સૂએ-સૂત્ર સિદ્ધાંતને વિષે. સામાએ--સમતારૂપે સામાયિકને વિષે.તિહું--ત્રણ પ્રકારની. ગુત્તિણુ-ગુપ્તિ,-મન, વચન અને કાયા એ ત્રણનું ચકહું--ચાર પ્રકારનાં. કસાણું--કષાય એટલે ક્રોધ, માન, માયા ને લેભ. પંચણહે-- પાંચ પ્રકારનાં, મણવયાણું--અણુવ્રત (પહેલેથી પાંચ વ્રત.) તિહું--ત્રણ પ્રકારનાં. ગુણવયાણું––ગુણવ્રત (તે છઠ્ઠ, સાતમું ને આઠમું વ્રત.) ચણિહું –ચાર પ્રકારનાં, સિખાવયાણું-- શિક્ષાત્રત (તે નવ. દશ, અગીયાર ને બારમું વ્રત.) બારસવિહસ--(એ કહ્યા તે) બાર પ્રકારના. સાવર-શ્રાવકના. ધમ્મસ---ધર્મને વિષે. જે-- જે કાંઈ. ખંડિયં–ખંડિત કર્યું હોય. જં--જે કાંઈ. વિરાહિયં -વિરાણું હેય. તસ્સ––તેનું. મિચ્છામિદુક્કડં--દુષ્કૃત, પાપ નિષ્ફળ થાઓ.
સ્તુતિ–પ્રથમ મારે આત્મા અનાદિકાળને મમતાપણે પરિણમે છે તેને સમતાપણે પરિણમવાને વાસ્તે સાવ જજ જેની નિવૃત્તિ કરવી. સમભાવનો લાભ તે સામાયિક કહીયે. પ્રથમ સામાયિક આવશ્યક તે સમતા પરિણામ રાખવા માટે નીપજાવવો.
બીજે આવશ્યક તસઉરિકરણેણંથી ઠેઠ અપાવસિરામિ સુધી કહીને તે પછી સ્થિર રહી કાઉસગ કરો. તેમાં નવાણું અતિચાર જે દરેક વ્રત વગેરેને અંતે કહેવાશે તે અથવા ચાર લેગસ્સ મનમાં બોલવા અને એક નવકાર ગણી કાઉસગ્ગ પાળો.
સ્તુતિ-જે સમતાપણે પરિણમ્યા, મમતા પરિહર્યા, ચૌદ રાજલોકને મસ્તકે સિદ્ધ વય, સંસાર સમુદ્ર નિસ્તર્યા, સર્વ ઉપમા અલંકૃત, સર્વ અઘમળહર, એવા ચોવીસ તીર્થંકર જમ, જરા, મરણને પરિક્ષણ કરી, આત્મગુણ, આત્મપણે પરિણમ્યા, સાદિ અનંત ભાગે સિદ્ધ થયા. સમણું રમણરૂપ અનુભવ સ્થિર રહ્યા, તમારી સહાયપણે સમતા પ્રગટ થવા, મમતા પરિહરવાને અવસરે, મરણ, ચિંતન, મનન, ધ્યાનરૂપે સહાય હો. એવા ચોવીશ તીર્થકરની સ્તુતિરૂપ બીજો ચેવસંધારૂ૫ આવશ્યક. (લેગર્સને પાઠ કહેવો.).